ARAVALLIGUJARATMODASA

મોડાસા એસટી ડેપો મેનેજરે જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાંનો ભંગ કરતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં અંગે અનેક તર્ક વિતર્ક

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મોડાસા એસટી ડેપો મેનેજરે જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાંનો ભંગ કરતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં અંગે અનેક તર્ક વિતર્ક

મોડાસા : ડેપો મેનેજરની જાહેરનામાં ભંગના સમાચાર અંગે ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટેની નીતિ,ખોટા સાબિત કરવા હવાતિયાં

ડેપો મેનેજરે જાહેરનામાનો ભંગ કરવા અંગે સમાચાર પ્રસિધ્ધ થતાં સમાચારને ખોટા ઠરાવવા હવાતિયાં

જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાંનું સરેઆમ ઉલ્લઘન કરનાર મોડાસા એસટી ડેપો મેનેજર સામે યોગ્ય કાર્યવાહી કરી કાયદો દરેક માટે સરખોનું ઉદાહરણ પૂરું પડવું જોઈએની જાગૃત નાગિરીકોની માંગ

 

અરવલ્લી જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા 10 ડિસેમ્બરે જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં રેલ્વે લાઇનના ફાટક નંબર 82 અને 86 ઉપર જરૂરી સમારકામ હાથ ધરવામાં આવતા રેલ્વે ફાટક નંબર 82 પર અમદાવાદ,ગાંધીનગર,તલોદ,બાયડ રોડ બાજુ તરફથી વાયા મોડાસા જતા વાહનો શિકા ચોકડીથી વાયા ભેંસાવાડા,શીણોલ, કિશોરપુરા ચોકડી થઈ લીંભોઈ રોડ થઈ મોડાસા તરફ જવા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જો કે એસટી બસ ચાલકો જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાંનો ભંગ કરી એસટી બસ ગારુડી થઈ મોડાસામાં પ્રવેશ કરતા જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાંનું ઉલ્લઘન થતાં આ અંગેના સમાચાર પ્રસિધ્ધ થતા મોડાસા ડેપો મેનેજરે કલેક્ટરના જાહેરનામાંનો અનાદર કર્યો હોવાના સમાચાર પાયા વિહોણા ગણાવી સોશ્યલ મીડિયા આવૃત્તિમાં પ્રસિધ્ધ કરાવતા ડેપો મેનેજરની ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટેની નીતિ સામે જાગૃત નાગરિકો અને એસટી તંત્રમાં ચર્ચાનું કેન્દ્ર બની છે એસટી તંત્રએ રેલવે લાઇનના ફાટક-82 નો વૈકલ્પિક રૂટનો ભંગ કર્યો હોવા છતાં ડેપો મેનેજર પોતાના બચાવ માટે રેલવે લાઇનના ફાટક-86ના વૈકપિક રૂટનો જાહેરનામાં મુજબ ઉપયોગ કર્યો હોવાનું કહી જીલ્લા કલેકટરને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હોવાની સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી મોડાસા એસટી ડેપોના મેનેજરે જીલ્લા મેજીસ્ટ્રેટ બહાર પાડેલ જાહેરનામાંનો સરેઆમ ઉલ્લઘન કર્યા અંગેના સમાચાર પાયા વિહોણા સાબિત કરવા વોટ્સએપ પર ચાલતા સોશ્યલ મીડિયા આવૃત્તિનો સહારો લીધો હતો ડેપો મેનેજરે પોતાની મનસૂબીથી લીધેલ નિર્ણયની પોલ ખુલ્લી પડી જતા લાજવાના બદલે ગાજવા માંડ્યા હોય તેમ સમાચાર અંગે પત્રકારે સત્યથી વેગળા અને અપૂરતી માહિતીનો આધાર લીધો હોવાનો,પત્રકારના અંગત હિત સહિત તંત્રની છબી ખરડવા સહિત ગંભીર આક્ષેપ કર્યા હતા મોડાસા ડેપો મેનેજરનો લૂલો બચાવ કરવાની નીતિ એસટી તંત્રમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી મોડાસા ડેપો મેનેજર કેતન પટેલને અમારે જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો અમલ કરવો જરૂરી નથીની ડાંગ હાંકવી ભારે પડી શકે છે  અરવલ્લી જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ -1951ની કલમ 131 તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ જાહેરનામામાં ભંગ બદલ કલેક્ટર એસટી તંત્ર સામે કાયદા હેઠળ કાર્યવાહી કરશે કે નહીં ની ચર્ચાએ જોર પકડ્યું છે જાગૃત નાગરિકોમાં જીલ્લા કલેક્ટરે કાયદો દરેક માટે સરખોની કહેવતને સાર્થક કરેની માંગ ઉઠી છે

Back to top button
error: Content is protected !!