સમગ્ર દેશભરમાં આજથી રમજાન માસનો પ્રારંભ થયો,હાલોલમાં મુસ્લિમ બિરાદરો ઈબાદતમાં લીન થયા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૯.૨.૨૦૨૬
આજથી સમગ્ર દેશભરમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર એવા રમઝાન માસનો પ્રારંભ થયો છે.ત્યારે ખુદાતાલાની ઈબાદત અને રોજા રાખી ઉપવાસ શરૂ થયો છે.ઈસ્લામ માં પવિત્ર મહિનો એટલે રમજાન ઇસ્લામી કેલેન્ડર ચંદ્રની ચાલ પ્રમાણે આવે છે એ મુજબ ૧૯ ફેબ્રુઆરીથી રમજાન મહિનાનો પ્રારંભ થતા મુસ્લિમ બિરાદરો ઇબાદતમાં વ્યસ્ત બન્યા છે. રમજાન માસનું ઇસ્લામમાં અનેરૂ મહત્વ છે.આખો મહિનો અલ્લાહની બંદગી ને નેકીની અને દોલત કમાવવાનો છે. ત્યારે આજથી રમઝાન માસનો પ્રારંભ થતાં હાલોલ સહિતના વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરોએ રોજા રાખવાની શરૂઆત કરી છે.જેમા નાના ભૂલકાઓ પણ ઇબાદત માં લિન થયા છે.વહેલી સવારના રોજા રાખતી વખતના સમયને શહેરી અને રોજા ખોલતી વખતનાં સમયને ઈફતારી કહેવામાં આવે છે.ચંદ્રની કળા મુજબ રમઝાન ૨૯ અથવા ૩૦ દિવસનો હોય છે.આખો મહિનો ઉપવાસ દરમિયાન કશુંજ ખાવાની અને પાણી પણ પીવાની મનાઈ હોય છે રોજા રાખ્યા પાછળનો મુખ્ય અર્થ એ હોય છે શરીરને તપવા દેવું જે રીતે રેતી અને પથ્થર સૂર્યના કિરણો સામે ટકી રહે છે.એ જ રીતે રમઝાન મહિનામાં રોજાના આંકરા ઉપવાસ કરીને મુસ્લિમ બિરાદરો અલ્લાહ પ્રત્યેના ઈમાન ને વધારે મજબૂત કરે છે રોઝાના સમયે શારીરિક રીતે ઉપવાસ કરીને શરીરની ઈન્દ્રિયો ઉપર કાબુ મેળવીને અલ્લાના નામ સ્મરણમાં બંદગીમાં મશગુલ બનવાનું હોય છે અહીં માત્ર ખાવા પીવા ઉપર જ નહિ જ્યારે નોકરીના સમયે નોકરી પર હાજર થવાનું હોય છે અને ધંધો રોજગારને પણ રોજીની માફક સંભાળવાનું હોય છે.ઈસ્લામ એક આદેશાત્મક ધર્મ છે.એટલે એમાં માનનારા માટે અનેક આદેશો કરાય છે.ઈમામ પછી દિવસમાં પાંચ નમાજ પડવાનો આદેશ ફરજિયાત છે.જ્યારે આ મહિનામાં ગરીબો કે દુઃખીને છૂટા હાથે મદદ કરવાનો આદેશ પન ઈસ્લામમાં આપવામાં આવ્યો છે.જેને લઈને મુસ્લિમો આ મહિનામાં દાન એટલે કે સદકા , ફિત્રા અને ઝકાત પણ આપતા હોય છે.જ્યારે આ ઇબાદત ના નાના ભૂલકાઓ પણ ખુદાની બંદગી માં લિન થયા છે જેમાં હાલોલ જુમ્મા મસ્જિદના પેશ ઈમામ સૈયદ ઇલિયાસ બાપુના બે બાળકો જેમા ચાર વર્ષીય સૈયદ હુસૈનઅલી તેમજ છ વર્ષીય સૈયદ ઝિયા ફાતેમાએ પ્રથમ રોઝો રાખી ખુદાની બંદગી કરી હતી જ્યારે કોઠી ફળિયા ખાતે રહેતી સાત વર્ષીય સના ફાતેમા રિફાકત હાજી એ પણ પ્રથમ રમઝાન માસનો પ્રથમ રોઝો રાખી ખુદાની બંદગી કરી હતી.











