ANANDGUJARATUMRETH

ઉમરેઠની પ્રજાને સૌથી વધુ ખૂચતો પ્રશ્ન કે નવજાત શિશુ તરછોડનાર પાપીઓ સામે શું થઈ પોલીસ કાર્યવાહી.?

પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા

ઉમરેઠ નગર ખાતે તારીખ ૨૦/૧૧/૨૦૨૪ ના રોજ નગરના પ્લેટિનમ પ્લાઝા પાસે નાળામાં એક મૃત નવજાત શિશુ અમુક પાપીઓ દ્વારા તરછોડેલ હાલતમાં મળી આવેલ હતું જેને લઇને સમગ્ર નગરમાં ભારે ચકચાર મચી જવા પામ્યો હતો.ત્યારબાદ જાગૃત નાગરિક દ્વારા ઉમરેઠ પોલીસને જાણ કરવામાં આવી હતી કે ઉમરેઠ નગરના પ્લેટિનમ પ્લાઝા પાસે જે કાંસ જાય છે તેના નાળા આગળ એક નવજાત શિશુ મળી આવ્યું છે.ત્યારબાદ ઉમરેઠ પોલીસ ઘટના સ્થળે આવીને નવજાત શિશુ નો કબ્જો લઈને તેને નજીકના સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપેલ હતું.ત્યારબાદ ઉમરેઠ પોલીસ તંત્ર આ શરમજનક કૃત્ય કરનાર કોણ છે તેની તપાસ કરવામાં લાગી ગયું હતું અને ત્યાં આસપાસ ના અનેકો સીસીટીવી તપાસવામાં આવ્યા હતા.સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ ને આ કૃત્ય કરનાર કોણ છે તેની પણ જાણ થઈ ગઈ હતી અને તે દિશામાં પોલીસ તપાસ પણ કરી રહી હતી.સૂત્રો દ્વારા વધુ માહિતી એવી પણ પ્રાપ્ત થઈ હતી કે ઉમરેઠ તાલુકાના એક ગામની યુવતીને કોઈક યુવક સાથે પ્રેમ સબંધ હતો અને આ પ્રેમ સબંધ એટલો વધી ગયો હતો કે યુવકે આ યુવતી સાથે શરીર સબંધ પણ બાંધ્યો હતો જેમાં યુવતીને ગર્ભ રહી ગયો હતો, યુવતીએ ગર્ભ ધારણ કર્યો અને બાળક રહી જતા તેને નવજાત શિશુને જન્મ પણ આપ્યો અને પોતાના આ કરેલા પાપની સજા પરિવારજનો એ એક નવજાત શિશુ ને આપી અને કાંસ ના નાળામાં નવજાત શિશુ તરછોડીને બિનવારસી ફેંકી દીધું.બાળકને જન્મ આપ્યા બાદ યુવતીને વધુ લોહી વહી જવાના કારણે ઉમરેઠ નગરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવે છે પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સૌથી નિંદનીય પ્રશ્ન ત્યાં થાય છે કે જે તે હોસ્પિટલમાં આ યુવતીને સારવાર અર્થે લઈ જવામાં આવી તે હોસ્પિટલના ડોકટર દ્વારા યુવતી ને તથા યુવતીના પરિવારજનો ને પૂછવામાં નહી આવ્યું હોય કે આટલું બધું લોહી શા કારણે નીકળે છે?
શું પરિવારજનો એ ડોકટરને હકીકત જણાવી હોય તો ડોકટર દ્વારા ઉમરેઠ પોલીસને જાણ કરવામાં કેમ ન આવી?
સૂત્રોના ઊંડાણ પૂર્વકની માહિતી એવી પણ છે કે જે તે ડોકટર છે તે ગાયનેકની ડિગ્રી ધરાવતા નથી તો આ યુવતીને ડોક્ટરે ગાયનેક ડોકટરને ત્યાં કેમ ન મોકલી.?
સૂત્રોની માહિતી પ્રમાણે એવો પણ પ્રશ્ન ઉદભવે છે કે આ જે ડોકટર છે જેને ડિલિવરી બાદ યુવતીની સારવાર કરી તે કયા પ્રકારની ડિગ્રી ધરાવે છે કે જેઓ ગાયનેક ની સારવાર કરી શકે.?
સૂત્રો ની માહિતી એ પણ કહી રહી છે કે જ્યારે પોલીસ તે બાળકની ઘટના સ્થળે તપાસ કરી રહી હતી ત્યારે જે તે ડોકટર ત્યાં ઊભો ઊભો તમાસા જોઈ રહ્યો હતો પણ પોલીસની મદદ કેમ ન કરી શક્યો?
નગરના પ્લેટિનમ પ્લાઝા પાસે આ પાપીઓ દ્વારા નવજાત શિશુ ને તરછોડવામાં આવ્યું તો ઉમરેઠ પોલીસ દ્વારા આવા કૃત્ય કરનાર સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે કે નહી તે પણ એક પ્રશ્નાર્થ છે?ઉમરેઠ પોલીસ દ્ધારા ડોકટરની પૂછપરછ કરીને તેના સામે પણ કોઈ પગલાં લેવામાં આવ્યા છે કે કેમ તે પણ પ્રજાજનો માં ચર્ચાનો વિષય બન્યો છે?કેટલાય સમયથી માહિતી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ઉમરેઠ પોલીસ તંત્ર તપાસ ચાલી રહી હોવાનુ જણાવી રહ્યા છે ત્યારે આવનાર સમયમાં જોવાનું એ રહ્યું કે ઉમરેઠ પોલીસ દ્વારા જો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હોય તો કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને કોની કોની સામે કાયદેસરના પગલા લેવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!