
તા.૦૨.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરના મુસ્લિમ સમાજ દ્વારા મતદારયાદી મુદ્દે જીલ્લા કલેકટરને રજુઆત.ફોર્મ નં-૭ દ્વારા ખોટી માહિતી આપી કાયદેસરના મતદારોના નામ કમી કરવાના આક્ષેપો
ગુજરાત રાજ્યમાં SIR પ્રક્રિયા ફોર્મ -૭ મારફતે ઘણા ખરા જિલ્લાઓમાંથી મોટા ભાગે માત્ર મુસ્લિમોના મતદારોને મત અધિકારથી વંચિત કરવાના હેતુસર ફોર્મ -૭ ભરી આપવામાં આવેલ છે.અને તે અંગેની કોઈ પ્રકારની જાણ મતદાર ને કરવામાં આવતી નથી,જે બંધારણીય અધિકારનો ઉલ્લધન છે.જેને લઈ જીલ્લા કલેકટરને દાહોદના મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આવેદન આપી જણાવાયુ કે ફોર્મ -૭ નો ઉપયોગ મતદાર યાદીમાંથી નામ કમી કરવા (DELETION) માટે થાય છે. (મૃત્યુ થયું હોય ત્યારે, મતદાર કાયમી રીતે અન્ય જગ્યાએ ખસેડાયો હોય,બે જગ્યાએ નામ ચાલતું હોય (Duplicate Entry) ખોટી તથા અસ્તિત્વમાં ન હોય,આવા વાંધાનો પક્ષ રજૂ કરી શકાય છે) જે અંગેની સંપૂર્ણ તપાસ અને તેની ચકાસણી BLO ERO(Electrol Registration Officer) દ્વારા નોટિસ જાહેર કરવી ફરજિયાત છે.તેને ચકાસયા પછી નોટિસ આપ્યા બાદ સાંભળી નામ કમી કરી શકાય છે.જ્યારે આ કાર્યવાહી કર્યા વગર ગુજરાત રાજ્યમાં દાહોદ જિલ્લામાં ફોર્મ -૭ વાંધા લઈને નામ કમી કરાયા ની ફરિયાદ છે,જે લોકશાહી અને નાગરિક અધિકાર પર સીધી અસર કરે છે,જે સમય મર્યાદામાં હસ્તક્ષેપ ન થાય,તો મત અધિકાર છીનવાઈ શકે છે, ચૂંટણી દરમિયાન મોટા પાથે અત્યંત ચિંતાજનક હકીકત સામે આવી શકે છે.ફોર્મ -૭ ભરનાર બોગસ તત્વોએ પોતાની મંછા પૂરી કરવા આ કાર્ય કરવું છે.અને તે પાછળ કયા તત્વોનું આ ષડયંત્ર છે?તેની નિષ્પક્ષ તપાસ કરી કરાવી ગુનાહિત કૃત્ય કરનાર ઉપર FIR કરી કાયદાકીય અને કાનૂની પગલાં લેવા આગ્રહભરી વિનંતી કરવામા આવી છે.અને ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ થી ૨૮ જાન્યુઆરી ૨૦૨૬ સુધી ફોર્મ -૭




