GUJARATNARMADATILAKWADA

કલાત્મક તાજીયા સાથે નગરના વિવિધ વિસ્તારો માં ભવ્ય ઝુલુસ સાથે દબદબાભેર મોહરમ પર્વ ની ઉજવણી કરતા તિલકવાડાના મુસ્લિમ બિરાદરો.

મોહરમ નું ઝુલુસ નીકળતા હિન્દૂ મુસ્લિમ કોમી એકતા ના દ્રશ્યો જોવા મળ્યા

કલાત્મક તાજીયા બનાવી નગરના વિવિધ વિસ્તારો માં ભવ્ય ઝુલુસ સાથે દબદબાભેર મોહરમ પર્વ ની ઉજવણી કરતા તિલકવાડાના મુસ્લિમ બિરાદરો.

વસિમ મેમણ : તિલકવાડા

પ્રાપ્ત વિગત અનુસાર મોહરમ એ મુસ્લિમ બિરાદરો નો મુખ્ય તહેવાર છે. ઇસ્લામ ધર્મમાં મોહરમ એ હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. અને ઠંડુ પીણું, શરબત, બનાવી લોકો ને તકસીમ કરે છે. કરબલાની આ મહાન દુ:ખદ ઘટના, આજથી લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં બની હતી. પયગમ્બરે સાહેબ ના નવાસા હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામેં પોતાના બોત્તેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી. એટલે જ ચૌદસો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું ઘણું મહત્ત્વ રહેલું છે. કારણ કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં, પરંતુ કોઇ પણ અકીદાથી સંબંધિત વ્યકિત, જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઇની સમર્થક છે, તે હજરત હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે.

એટલે જ સમગ્ર દેશમાં મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ તહેવારની નર્મદા જિલ્લામાં અને ખાસ કરીને તિલકવાડા નગરમાં પણ ભારે ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવતી હોય છે. આ તહેવારની ઉજવણી કરતા તિલકવાડા નગરના મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજીયા બનાવી તિલકવાડા મસ્જિદ પાસેથી મોહરમની શરૂઆત કરી વચલી બજાર આઝાદ ચોક મઢી વિસ્તાર થિ દવાખાના લાઈન વિસ્તાર સુધી ભવ્ય જુલુસ નું આયોજન કરવામાં આવ્યું આ ઝુલુસ દરમિયાન હિન્દૂ મુસ્લિમ કોમી એકતા ના દ્રશ્યો પણ નજરે પડ્યા હતા. અને દરેક ધર્મ ના લોકો તાજીયા પાસે આવી ફૂલ નારિયેળ અગરબત્તી ચઢાવી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા આ ઝુલુસ દરમ્યાન ઠેર ઠેર શરબત અને ઠંડા પીણાં નું વિતરણ કરવામાં આવ્યું અને તિલકવાડા ટાઉન સહિત તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં ઝુલુસ માં જોડાયા હતા. ત્યારે સમગ્ર વિસ્તાર ય હુસેન ના નારા. સાથે ગુંજી ઉઠ્યો હતો.

Back to top button
error: Content is protected !!