દાહોદ જિલ્લા પો.અધિક્ષક ડૉ. રાજદિપ સિંહ ઝાલાની અધ્યક્ષતા હેઠળ પી.એમ.આઈ.ઓ પ્રેરિત જિલ્લા પોલિસ કર્મીઓનું શૌર્ય સન્માન સમારંભ ઝાલોદ પત્રકારો દ્વારા યોજવામાં આવ્યો

તા.૨૪.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા પો.અધિક્ષક ડૉ. રાજદિપ સિંહ ઝાલાની અધ્યક્ષતા હેઠળ પી.એમ.આઈ.ઓ પ્રેરિત જિલ્લા પોલિસ કર્મીઓનું શૌર્ય સન્માન સમારંભ ઝાલોદ પત્રકારો દ્વારા યોજવામાં આવ્યો
45 જેટલા પોલિસ કર્મીઓને શીલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યા ઝાલોદ ગોયલ પેલેસ ખાતે 23-01-2025 ગુરુવારના રોજ સાંજે 6:30 વાગે દાહોદ જિલ્લા પોલિસ કર્મીઓનું 2024 મા કરેલ ઉમદા કામગીરી માટે પી.એમ.આઈ.ઓ પ્રેરિત ઝાલોદના પત્રકારો દ્વારા શૌર્ય સન્માન સમારંભ દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક ડૉ. રાજદિપસિંહ ઝાલાની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવ્યો હતો.
સહુ પ્રથમ દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક તેમજ પોલિસ સ્ટાફ ગોયલ પેલેસ ખાતે આવતા ઝાલોદ તાલુકાની શાન એવી ઢોલ કુંડી સાથે ગુલાબની છોળો ઉડાવતા તમામ લોકોનું સ્વાગત પત્રકારો દ્વારા કરવામાં આવ્યું હતું. શૌર્ય સન્માન સમારંભ ચાલુ કરતાં પહેલાં પ્રાર્થના ગીત ગાઈ સમારંભ ચાલુ કરવામાં આવ્યો હતો. ઝાલોદ ઝોનના ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ દ્વારા દાહોદ જિલ્લા અધિક્ષકનું સ્વાગત ફૂલોના બુકે દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ ત્યાર બાદ જિલ્લા પોલિસ અધિક્ષક તેમજ ઉપસ્થિત અધિકારીઓનું સ્વાગત ઝાલોદની પત્રકાર ટીમ દ્વારા આ જિલ્લાની શાન એવી આદિવાસી બંડી તેમજ સાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના જૂના તેમજ કાયમ દરેક ક્ષેત્રે એક ઉમદા વક્તા તરીકે નામના કમાનાર સ્વેતલ કોઠારી દ્વારા પોલિસ, પ્રજા અને પત્રકારત્વ વિશે ઉમદા માહિતી આપી હતી. શૌર્ય સન્માન ચાલુ થતાં પહેલાં ભારતમા પોલિસ સાથે પ્રજાના કામ સકારાત્મક રીતે થાય અને પોલિસ અને પ્રજા એક બીજાને પૂરક બને તે માટે પ્રેરિત કરતી સંસ્થા પી.એમ.આઈ.ઓ દ્વારા દાહોદ જિલ્લા પોલીસની ઉમદા કામગીરી માટે આ સમારંભ માટે ટ્રોફી અને સન્માન પત્ર દાહોદ જિલ્લાની ટીમને મોકલવામાં આવ્યા હતા તેની પ્રાથમિક માહિતી પંકજ પંડિત દ્વારા આપવામાં આવી હતી તેમજ દાહોદ જિલ્લા પી.એમ.આઈ.ઓ ની આખી ટીમ દ્વારા દાહોદ જિલ્લા અધિક્ષકનું સ્વાગત કર્યું હતું આ શૌર્ય સમારંભ ચાલુ કરતાં દાહોદ જિલ્લા પો.અધિક્ષક એવા ડૉ. રાજદિપસિંહના નેતૃત્વમા 2024 ના વિતેલા વર્ષો દરમિયાન દરેક ક્ષેત્રે બારીકાઈ તેમજ ઝીણવટ પૂર્વક પોતાની આગવી સૂઝબુઝ થી દરેક ક્રાઇમ સાથે સંકળાયેલ કેસોનો ઝડપીમા ઝડપી ઉકેલ લાવેલા જિલ્લા અધિક્ષકનું ટ્રોફી અને સન્માન પત્ર આપી સમારંભ ચાલુ કરવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લામા વિતેલા 2024 વર્ષ દરમ્યાન ઈ.ગુજકોપ પ્રોજેક્ટ થી ઓનલાઈન કામગીરી તેમજ મોનીટરીંગ, નકલી કચેરી, નકલી એન.એ,સોમનાથ મહાદેવ મંદિરે ડ્રોનની મદદ થી ગુનેગારો ને પકડવા, માર્ગ અકસ્માતમા ઘટાડો, તોરણી કેસ, આંતર રાજ્ય ગુનામાં જેવાકે લૂંટ-ઘાડ-ચોરી જેવા 25 ગુન્હામા સફળતા, નાસતા ફરતા 12 જેટલા આરોપીની ધરપકડ, ગેરકાયદેસર પ્રોહી.જેવા ગુનામાં સફળતા,રણઘીકપુરમા નાની બાળકીનુ મૃત્યુ, નાર્કોટિક્સ, બોગસ ડોક્ટર, ગેરકાયદેસર હથિયાર, ખોટી વેબસાઈટ દ્વારા ફ્રોડ,માર્ગ અકસ્માતમાં ઘટાડો, નકલી ઇન્કમટેક્સ અધિકારી જેવા કેસોમા ચાર્જશીટ કરી દરેક કેસોમા બારીકાઈ થી કામગીરી કરી આગવી સૂઝબુઝ થી પ્રશંસનીય કામગીરી કરેલ હતી 




