AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના સુપ્રસિદ્ધ બિલમાળ ડુંગર પર નાગ જ્યોતિર્લિંગ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં બિલમાળ ખાતે અનેકરૂપી મહારાજનાં દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા મેળાવડો જામ્યો..

દક્ષિણ ગુજરાતનાં પર્વતીય અને વનવિસ્તારથી ઘેરાયેલા ડાંગ જિલ્લોમાં મહાશિવરાત્રીનો પાવન પર્વ ભવ્ય અને ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. ડાંગ જિલ્લાનાં બિલમાળ ડુંગર પર સ્થિત પ્રસિદ્ધ નાગ જ્યોતિર્લિંગ મહાદેવ મંદિર ખાતે હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.મહાશિવરાત્રીના અવસરે જંગલની વચ્ચે આવેલા બિલમાળ ધામ ખાતે ચમત્કારિક અનુભવો માટે પ્રસિદ્ધ અનેકરૂપી સ્વામીનો દરબાર ભરાયો હતો.અનેકરૂપી સ્વામીના આશીર્વાદ મેળવવા ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી અંદાજે ૩૫ હજારથી વધુ ભક્તો ઉમટી પડ્યા હતા.સમગ્ર વિસ્તારમાં હર હર મહાદેવના જયઘોષ સાથે આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો.ભક્તોની માન્યતા મુજબ નાગ જ્યોતિર્લિંગ મહાદેવ મંદિરે અનેકરૂપી સ્વામીના દર્શન અને આશીર્વાદથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.આ વિશ્વાસને કારણે મંદિરના ભક્તોની સંખ્યા માત્ર ગુજરાત સુધી સીમિત ન રહી, પરંતુ પાડોશી રાજ્યોમાં પણ વિશાળ પ્રમાણમાં ફેલાઈ છે.દર વર્ષે મહાશિવરાત્રીના પાવન દિવસે અનેકરૂપી સ્વામીના આશીર્વાદ લેવા તેમના ભક્તો અચૂક અહીં પહોંચે છે. આ વર્ષે પણ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે ઉજવણી સંપન્ન થઈ હતી, જેમાં સ્થાનિક તંત્ર તથા સેવાભાવી સંસ્થાઓનો સહયોગ નોંધપાત્ર રહ્યો હતો..

Back to top button
error: Content is protected !!