GUJARAT

સરદાર સરોવર નર્મદા ડેમ માંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતા તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા

ફૈઝ ખત્રી...શિનોર ઉપવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમના 15 દરવાજા ખોલવામાં આવતા નર્મદા નદી બે કાંઠે રહેતી થઈ છે. જેને લઇ સિનોર તાલુકા વહીવટી તંત્ર એક્શનમાં આવી શિનોર તાલુકાના નર્મદા નદી કાંઠા વિસ્તારના ગામોને સાવધાન કરાયા છે. તેમજ નીચાણ વાળા વિસ્તારમાં આવતા લોકોને સાવચેતીના ભાગરૂપે સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.જ્યારે જાહેર જનતા ને નર્મદા નદી કાઠે નહિ જવા કડક સૂચનાં આપવામાં આવેલ છે. શિનોર પંથકમાં સ સહિત તાલુકાના માલસર. સાધલી.સેગવા.અવાખલ સહિતના ગામોમાં ગતરોજ થીજ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે શિનોર - સાધલી તેમજ શિનોર - માલસર માર્ગ પર વરસાદી પાણી ભરાતાં વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. મુખ્ય માર્ગ પર ભરાયેલા વરસાદી પાણીમાં અનેક વાહન બંધ પડી જતાં વાહન ચાલકો ચાલુ વરસાદે મુશ્કેલીમાં મૂકાયા અવિરત વરસી રહેલા વરસાદને પગલે માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

Back to top button
error: Content is protected !!