
તા.૧૯.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના પરેલ ધોબીધાટ વિસ્તારમાં સ્વાનોના હુમલામાં ઘાયલ થયેલ રાષ્ટ્રીય પક્ષી મોરને સમય સર સારવાર મળશેતો એ જીવી જશે
આજરોજ તા.૧૯.૦૪.૨૦૨૫ ના સવારે ૮:૦૦ કલાકે દાહોદ શહેરના ફ્રિલેન્ડગંજ઼ વિસ્તારના ઘોબીઘાટ વિસ્તારમાં રહેતા હંસરાજભાઈ જે નાઈટ ડ્યુટી કરી ઘર તરફ આવી રહ્યા હતા.તે દરમિયાન કેટલાય શ્વાનો રાષ્ટ્રીય પક્ષી મોર પર હુંમલો કરી રહ્યા હતા.ત્યારે તેમની નજર પડતાજ઼ મોર ને બચાવવા દોડ્યા.હંસરાજભાઈ એ જેમ મોર ને સ્વાનોના ચૂંગલ માંથી છોડાવી ગંભીર રીતે ઈજાગ્રસ્ત રાષ્ટ્રીય પક્ષી મોરને ઘરે લાવી.રાષ્ટ્રીય પક્ષી મોરને અને ભારત સરકારની સંપતીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારે કોઈ પણ જગ્યાએથી સંતોષ કારક જવાબ ન મળ્યો હતો




