ડેડીયાપાડા ખાતે ઈદે મીલાદુન્નબી ની ઉજવણી કરવામાં આવી.
તાહિર મેમણ – ડેડીયાપાડા – 05/09/2025 – નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા ખાતે ઈદે મીલાદુન્નબી પર ડેડીયાપાડામાં જુલુસમાં હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી. ડેડીયાપાડા ખાતે ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મુહમ્મદ મુસ્તુફા સાહેબના જન્મદિન ઇદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી મસ્જિદોમાં સલાતો-સલામ અને મિલાદ શરીફનો ગુંજરાવ થયો. માર્ગ પર ઠેર-ઠેર ન્યાઝ પ્રસાદીનું વિતરણ કરાયું.હિન્દુ-મુસ્લિમ અંકિદતમંદોએ ગુંબદે ખિજરા પર અને મુસ્લિમ બિરાદરોએ આદિવાસી સમાજના જન નાયક બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પવર્ષા કર્યા હતા.અને હિન્દુ મુસ્લિમ એકતા નું ઉદાહરણ આપ્યું.