DAHODDEVGADH BARIAGUJARAT

દેવગઢ બારીયા ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લા આયોજિત ગુરુવંદના કાર્યક્રમ યોજાયો

તા.૧૮.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

De:bariya:દેવગઢ બારીયા ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લા આયોજિત ગુરુવંદના કાર્યક્રમ યોજાયો

તા.૧૭.૦૭.૨૦૨૫ ને ગુરુવારના રોજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દેવગઢ બારીયા અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમના અધ્યક્ષ માનનીય અનિરુધ્ધસિંહ સોલંકી અધ્યક્ષ- પ્રાથમિક સંવર્ગ.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત ની અધ્યક્ષતામાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ દેવગઢ બારીયા ખાતે યોજાયો હતો ગુરુવંદના કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે માનનીય ભાનુભાઈ પંચાલ સામાજિક સદભાવના વિભાગ સંયોજક ઉપસ્થિત રહી વિવિધ ઉદાહરણોના માધ્યમથી કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું.કાર્યક્રમમાં વિશેષ વ્યક્તિત્વ તરીકે પરમ પૂજ્ય મહંતશ્રી કલ્યાણદાસજી સાહેબ બાબા રામદેવજી મંદિર,ઓરવાડા બેટ ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવ્યા હતા.મુખ્ય અતિથિ તરીકે માનનીય જીતેન્દ્રભાઈ ઠાકર મહામંત્રી.માધ્યમિક સંવર્ગ ગુજરાત પ્રાંત હાજર રહ્યા હતા  ગુરુવંદના કાર્યક્રમના  મગનભાઈ ભક્તાણી સંઘચાલકજી દેવગઢ બારીયા તાલુકો વિનોદભાઈ પટેલ તાલુકા કાર્યવાહ દેવગઢ બારીયા રાકેશભાઈ ખાબડ અધ્યક્ષ.આચાર્ય સંવર્ગ લક્ષ્મણભાઇ ખાબડ અધ્યક્ષ.ઉચ્ચત્તર માધ્યમિક સંવર્ગ નૈના સિંઘ અધ્યક્ષ.માધ્યમિક સંવર્ગ  નિતેશભાઈ પટેલ પ્રચાર પ્રકોષ્ઠ સહ પ્રમુખ ગુજરાત પ્રાંત, દીપકભાઈ અમલીયાર સંગઠન મંત્રી દાહોદ જિલ્લો.”સમર્થ ભારત” પ્રકોષ્ઠ સહ પ્રમુખ ગુજરાત પ્રાંત દેશિંગભાઈ તડવી અધ્યક્ષ.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લો દાહોદ જિલ્લા ટીમના હોદ્દેદારો,દેવગઢ બારીયા તાલુકા ટીમના અધ્યક્ષ/મંત્રી સહિત ટીમના હોદ્દેદારો,વિવિધ તાલુકાઓના અધ્યક્ષ/મંત્રી સહિત તમામ હોદ્દેદારો,વિવિધ સંવર્ગના અધ્યક્ષ/મંત્રી સહિત ટીમના અન્ય હોદ્દેદારો,જિલ્લાના વિવિધ પ્રકોષ્ઠના હોદ્દેદારો,સાથે સારસ્વત શિક્ષક ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!