
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના બે ઉચ્ય અધિકારીઓને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે નોટિસ આપી
અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર એક જાગૃત નાગરિકને ભ્રષ્ટાચારીઓ દ્વારા તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ ખોટા આક્ષેપો સાથે તંત્રમાં ખોટી અરજીઓ કરી દબાવવાના પ્રયાસ કરવા બદલ,જાગૃત નાગરિકે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં કરેલી રજુઆત બાદ,અરવલ્લી જિલ્લાના બે ઉચ્ય અધિકારીઓને નોટિસ આપી છે.નોટિસ મળ્યાના 15 દિવસની અંદર પોસ્ટ દ્વારા રૂબરૂ અથવા સંદેશા વ્યવહારના કોઈ પણ માધ્યમ દ્વારા આરોપો/વિષયો પર લેવામાં કાર્યવાહી અંગેની હકીકતો અને માહિતી સુપરત કરવા નોટિસ માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જો કમિશન નિર્ધારિત સમયમર્યાદામાં જવાબ ન મળે,તો કમિશન ભારતના બંધારણ કલમ 338 હેઠળ તેને આપવામાં આવેલ સિવિલ કોર્ટની સત્તાઓ ઉપયોગ કરી શકે છે અને રૂબરૂમાં અથવા કમિશન સમક્ષ પ્રતિનિધિ દ્વારા હાજર રહેવા સમન્સ જારી કરી શકે છે નો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.




