AHAVADANGGUJARAT

ગિરિમથક સાપુતારાનાં હાર્દસમા સર્પગંગા તળાવનું કુદરતી સૌંદર્ય જાજરમાન બની દિપી ઊઠ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે ગુરુવારે વરસાદી માહોલે વિરામ લીધો હતો.વરસાદી માહોલે વિરામ લેતા સર્પગંગા તળાવ ખાતે સમી સાંજે નયન રમ્ય દ્રશ્યો સર્જાયા હતા.ગિરિમથક સાપુતારાએ વરસાદી માહોલનાં વિરામ બાદ પોતાનું કુદરતી સૌંદર્ય ફરી એકવાર પ્રદર્શિત કર્યું છે. ગુરૂવારથી ડાંગ જિલ્લામાં વરસાદી માહોલે વિરામ લીધો છે.ત્યારે સાપુતારાના સર્પગંગા તળાવનો સાંજનો નજારો આહલાદક બનતો જોવા મળ્યો.સર્પગંગા તળાવમાં સમી સાંજે સૂર્યાસ્ત વખતે તળાવમાં પડતા સૂર્યના કિરણોએ આકાશ અને પાણીને એકદમ અલૌકિક રંગોમાં રંગી દીધું હતુ.જોકે, હાલમાં બોટિંગની પ્રવૃત્તિ બંધ હોવાથી પ્રવાસીઓ તળાવના કિનારેથી જ આ નજારો માણતા જોવા મળ્યા હતા.સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓ માટે સર્પગંગા તળાવ એક મુખ્ય આકર્ષણ છે. વરસાદ બાદ તળાવની આસપાસનું વાતાવરણ ઠંડુ અને આનંદદાયક બની ગયુ હતુ.તેમજ સાપુતારા ખાતેનાં સર્પગંગા તળાવમાં સમી સાંજે સૂર્યાસ્ત વેળાએ કુદરતે છુટા હાથે સૌંદર્ય વેરતા તળાવમાં ઉભી બોટ પણ સૂર્યાસ્તનાં કિરણોને ઝીલી સ્મિત રેલાવી બંધ નૌકાવિહારની જાણે મજાક ઉડાવતી હોય તેવા દ્રશ્યો ખડા કર્યા હતા..

Back to top button
error: Content is protected !!