
તા.૨૨.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરમાં યમરાજ બનીને દોડતી બસોના કારણે દાહોદ શહેરમાં બે દિવસમાં ત્રીજો અકસ્માત.રીક્ષાને અડફેટે લઈ બસ ડિવાઈડરમાં ઘુસી ગોધરા રોડ ઉપર એસટી બસના ચાલકે પૂરઝડપે બસને દોડાવી લાવી ડીવાયડર સાથે ભટકાવી દેતા આગળનું ટાયર ફાટ્યું હતું અને ડીવાયડર તોડીને એસટી બસનો અકસ્માત થયો હતો અને સાથેજ પાછળ આવતી રીક્ષાના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા રીક્ષા રોડ ઉપર પલ્ટી ખાઈ ગઈ હતી અને રીક્ષા ચાલકને ઈજાઓ પહોંચી હતી એસટી બસના દાહોદ શહેરમાં અને ગોધરા રોડ ઉપર રસ્તે વારંવાર અકસ્માતો થાય છે યમરાજની જેમ દોડાવીને લાવતા એસટી બસના ચાલકો વારંવાર અકસ્માતો નોતરી રહ્યા છે અને જવાબદાર તંત્ર મૌન રહી તમાશા દેખે છે જયારે શહેરીજનો એ માંગ કરી છે કે બેફામ રીતે દોડાવતા એસટી બસના ચાલકો ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ શહેરીજનો દ્રારા કરવામાં આવી છે




