DAHODDEVGADH BARIAGUJARAT

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના પીપલોદ ગામે તંત્ર અને ગામના જવાબદાર લોકોની બેદરકારી સ્પષ્ટ દેખાઈ

તા.૧૧.૦૯.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

De bariya:દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના પીપલોદ ગામે તંત્ર અને ગામના જવાબદાર લોકોની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. સરકારે વારંવાર “એક પણ કાચું ઘર નહીં રહે” જેવા ઢોંગી વાયદા કર્યા, પરંતુ આજે ગામના ગરીબ પરિવારો તૂટેલા ઘરોમાં જીવી રહ્યા છે. પીપલોદ ગામના માતાનાવડ ગુટિયાલા ફળિયુ.જાગૃત નાગરિક વિજયભાઈ પ્રતાપભાઈ પટેલનું કાચું મકાન ધરાશય થઈ ગયું છે,

દિવાલો પડી ગઈ છે, છતાં આજે સુધી કોઈ અધિકારી કે તલાટી કે સરપંચ ત્યાં હાજર થયા નથી. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જેનું નામ હોવું જ જોઈએ તેવું નામ કાપી નાખવામાં આવ્યું છે. અને આશ્ચર્યજનક બાબત એ છે કે, જેઓ પાકા મકાનો ધરાવે છે એવા સમૃદ્ધ લોકોના નામ યાદીમાં સામેલ છે. તલાટી ની પૂછપરજ કરતા સર્વે તો કર્યું હતું પણ ઉપરથી નામ નીકળી ગયા છે.

કોઈ ટેકનિકલ ઇસ્યુના કારણે આવી ઉપલા અધિકારીઓને ખબર ના હોય. આવા કેટલા મકાનો કાચા હશે પીપલોદમાં હવે જોવાનું રહ્યું અને આ ગરીબ વિરોધી નીતિ છે. જે ગરીબને અધિકાર છે તેને ઘર મળતું નથી અને ઓળખાણ ધરાવતા લોકો સુવિધા માણી રહ્યા છે. આ ખુલ્લો ભ્રષ્ટાચાર હવે ગામના લોકો સહન નહીં કરે.સરકારના ખોખલા વાયદાઓનો પર્દાફાશ હવે પીપલોદ ગામમાં થયો છે. વચનો આપે છે મંચ પર, હકીકતમાં ગરીબના સપના ને મટિયામેટ કરી દે છે તાત્કાલિક વિજયભાઈ પ્રતાપભાઈ પટેલ સહિત તમામ ગરીબોના નામ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં દાખલ કરી તેમને ઘર આપવામાં આવે. નહીં તો અમે આ મુદ્દે જોરદાર આંદોલન, ઘેરાવો અને જનહક્કની લડત ચલાવશું. તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર, તલાટી અને સરપંચની રહેશે. હવે જોવાનું રહ્યું કે આમને પ્રધાનમંત્રી આવાસ નો લાભ થશે કે નહીં. વિપુલકુમાર બારીયા

Back to top button
error: Content is protected !!