AHAVADANGGUJARAT

ડાંગ: ગિરિમથક સાપુતારા ખાતે GST એમ્નેસ્ટી યોજના હેઠળ લોકજાગૃતિ આવે તે માટે સેમીનાર યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે GST એમ્નેસ્ટી યોજના હેઠળ (વ્યાજ/દંડ માફી યોજના)ના માર્ગદર્શન અને પ્રચાર હેતુથી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં નાયબ રાજ્યવેરા કમિશનર – વલસાડ, સહાયક રાજ્યવેરા કમિશનર- નવસારી, રાજ્યવેરા અધિકારી- બીલીમોરા તથા નવસારી ટેક્સ એસોસિયેશન પ્રમુખ, સાપુતારા હોટેલ એસોસિયેશન સેક્રેટરી ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમની શરૂઆત શહીદ દિવસ નિમિત્તે 2 મિનિટનું મૌન પાળી કરવામાં આવી હતી.સાપુતારા ખાતે હોટલીયરો તથા નાના મોટા ધંધાર્થીઓને GST એમ્નેસ્ટી યોજના અંતર્ગત વિગતે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.જેમાં GST કાયદા મુજબ વર્ષ ૨૦૧૭-૧૮ થી ૨૦૧૯-૨૦ સુધીમાં કલમ ૭૩ અન્વયે જે માંગણુ ઉપસ્થિત થયેલ હોય તેવા માંગણા સામે વેરાની ભરપાઈ કરવાથી વ્યાજ અને દંડમાં માફી આપી શકાય તેવી વિગતે સમજ આપવામાં આવી હતી.આમ, વેરો ભરપાઈ કરવાથી વ્યાજ અને દંડમાં રાહત થવાથી ઘણી સરકારી વસૂલાતની માંડવાળી થશે. સાથો સાથ વેપારી વર્ગને પણ આર્થિક સવલત મળી રહેશે.આ કાર્યક્રમનો બહોળો પ્રચાર થાય તેમજ વધુમાં વધુ ટેક્સપેયર તેનો લાભ લે તેવી પણ જી.એસ.ટી અધિકારીઓ દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!