બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ
તા.૧૩/૦૯/૨૦૨૪
ગણેશ ચતુર્થી તહેવારને લઇ વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા માટે જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આપેલ સૂચનાને આધારે નેત્રંગ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પી.આઈ આર.સી.વસાવાના માર્ગ દર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વણખુંટા ગામમાં રહેતો કનુ પ્રતાપભાઈ વસાવા પોતાના ઘરની પાછળ આવેલ ખુલ્લા કાચા ઘરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલ નંગ-314 મળી કુલ ૩૧ હજારથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગર સંદિપ કનૈયાભાઇ ઉર્ફે કાનો વસાવાને ઝડપી પાડ્યો હતો.જયારે મુખ્ય સુત્રધાર કનૈયા ઉર્ફે કાનો પ્રતાપભાઇ વસાવાને વોન્ટેડ જાહેર કરીને તેને પકડવાની તજવીજ હાથ ધરી છે.
જયારે પોલીસે બાતમીના આધારે શણકોઇ ગામના બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી તે વેળા બાતમી વાળી ઇક્કો કાર આવતા પોલીસે તેને અટકાવવા માટે ઈશારો કરતા કાર ચાલકે કારને હંકારી મૂકી હતી પોલીસે ફિલ્મી ઢબે પીધો કરતા ચાલક દારૂનો જથ્થો માર્ગની બાજુમાં ફેંકી ફરાર થઇ ગયો હતો પોલીસે વિદેશી દારૂની ૯૪ નંગ બોટલ મળી કુલ ૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો અને નેત્રંગના કોચબાર નિશાળ ફળિયામાં રહેતો કાર ચાલક રાજદિપ પ્રહલાદભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.



