
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ ગામના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કુમાર શાળાના નવનિર્મિત સંકુલનું ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. આ પ્રસંગે નેત્રંગ અને ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ, વાલિયા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય, નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવાર, આર.એફ.ઓ. એમ.એફ.દિવાન, નેત્રંગ ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ, હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, શિક્ષકમિત્રો, વાલીઓ, શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



