
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
*ડાંગ જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીની કાયમી જગ્યા પર ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનું ગાડુ ગબડાવવામાં આવતા જિલ્લાનાં અનેક વિકાસકીય કામો ટલ્લે ચડ્યા..*
મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાનાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથારની વહીવટી કુશળતાનાં અભાવે જિલ્લા પંચાયતને લાખ્ખો રૂપિયાની આવક મેળવી આપતું સાપુતારા પ્રવાસીઘર છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં રહેતા પ્રવાસીઓને સુવિધાઓ માટે વલખા મારવાની નોબત ઉભી થઇ છે.ચોમાસામાં ડાંગ જિલ્લા સહીત સાપુતારાનું સૌદર્ય નિખરી ઉઠે છે.જેથી ચોમાસાની શરૂઆત થતા જ પ્રવાસીઓનો ઘોડાપુર સાપુતારા ખાતે ઉમટી પડે છે.ગિરિમથક સાપુતારા ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ સહીત જિલ્લા પંચાયતનાં પ્રવાસી ઘરમાં પ્રવાસીને કીફાયત દરે રહેવાનું મળી રહેતા મધ્યમ વર્ગીય પ્રવાસીઓ જિલ્લા પંચાયતનાં ગેસ્ટ હાઉસમાં રહેવાનું પસંદ કરતા હોય છે,પરંતુ ડાંગ જિલ્લાનાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીની અણઆવડત નીતિરિતિ ને પગલે ઉનાળું વેકેશન સહીત છેલ્લા ઘણા સમયથી સાપુતારા પ્રવાસીઘર બંધ હાલતમાં રહેતા જિલ્લા પંચાયતની તિજોરીને ખોટ ખાવાની નોબત ઉભી થવા સાથે પ્રવાસીઓની સુવિધાઓમાં કમી થઇ રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે સાપુતારા પ્રવાસી ઘર જિલ્લા પંચાયતને લાખ્ખો રૂપિયાની આવક રળી આપતું એકમ હોય ત્યારે ડાંગ જિલ્લાનાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ક્યાં કારણે તેની હરાજી અથવા ખાતાકીય રીતે સંચાલન કરવા અસમર્થ છે તે સમજાતું નથી. હાલમાં પ્રવાસીઘર સાપુતારા ખાતે જિલ્લા પંચાયતનાં પ્રમુખ,જિલ્લા વિકાસ અધિકારી સહીત અન્ય 5 રૂમો ખાતાકીય ચલાવી અન્ય 8 કોટેજ 12 રૂમો જાહેર હરાજી માટે ટેન્ડર પ્રક્રિયા કરી હોવા છતાં કોઈ ઈજારાદાર આવ્યા ન હોય હાલ તમામ રૂમો બંધ હાલતમાં હોય જિલ્લા પંચાયતને મહિને લાખો રૂપિયાની આવક ગુમાવવી પડી રહી છે.તેવામાં રાજ્ય સરકાર ડાંગ જિલ્લાના ઝડપી વિકાસ થાય તે માટે વહીવટી અને કુશળ એવા કાયમી જિલ્લા વિકાસ અધિકારીની નિમણુક કરે તે જરૂરી બની ગયુ છે..




