AHAVADANGGUJARAT

ઉત્તર વન વિભાગનાં લવચાલી ફોરેસ્ટ જંગલમાં અચાનક દવ લાગતા ફોરેસ્ટની ટીમે હંગામી ધોરણે લાગેલ દવ કાબુમાં લીધો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વનવિભાગની લવચાલી રેંજની ટીમે  ભારે જહેમત અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જંગલ વિસ્તારમાં લાગેલ દવ કાબુમાં લીધો..

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ગરમીનાં દિવસો ચાલુ થઈ ગયા છે.ડાંગ જિલ્લામાં અસહ્ય ગરમીનાં પગલે અમુક વખતે જંગલ વિસ્તારમાં આકસ્મિક દવ ફાટી નીકળે છે. અથવા તો અમુક વખતે અસામાજિક તત્વો દ્વારા જંગલોમાં દીવાસળી ચાંપતા દવ ભભૂકી ઉઠવાનાં બનાવો બને છે.ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ લવચાલી રેંજનાં રિઝર્વ ફોરેસ્ટ કં. ન.૨૭નાં જંગલ વિસ્તારમાં આકસ્મિક દવ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.જેની જાણ લવચાલી રેંજનાં આર.એફ.ઓ અર્ચના હિરેને થતા વનકર્મીઓને એલર્ટ કર્યા હતા.લવચાલી રેંજનાં રિઝર્વ ક.ન.૨૭માં આકસ્મિક દવ લાગતા લવચાલી રેંજનાં આર.એફ.ઓ અર્ચનાબેન હિરે સહિત ફોરેસ્ટર,બીટગાર્ડ,દવગાર્ડ અને રોજમદારોની ટીમ આધુનિક બ્લોવર મશીન સાથે સ્થળ પર દોડી ગઈ હતી અને દવને કાબુમાં લેવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતુ.અહી લવચાલી રેંજનાં કર્મીઓએ બ્લોવર મશીન,તથા ખરસાટા વડે ગણતરીનાં કલાકોમાં જ દવને કાબુ કરવામાં સફળતા મેળવી હતી.અને જંગલોને નુકસાન થતા બચાવ્યુ હતુ.આ બનાવ સંદર્ભે લવચાલી રેંજનાં આર.એફ.ઓ અર્ચનાબેન હિરેએ જણાવ્યુ હતુ કે લવચાલી રેંજનાં રિઝર્વ ફો.ક.ન.૨૭માં આજરોજ આકસ્મિક દવ લાગ્યો હતો.આ દવ લાગ્યાની જાણ અમોને થતા અમો તુરંત જ સ્થળ પર પોહચી ગયા હતા.આ દવનાં કારણે થોડાક વિસ્તારમાં ઘાસ અને પાંદડા બળીને ખાખ થઈ ગયા હતા.જોકે લવચાલી રેંજ કચેરીની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તુરંત જ દવને કાબુમાં લઈ લીધો છે.અહી વનકર્મીઓની ટીમે સમયસૂચકતા વાપરી દવને કાબુમાં લેતા જંગલમાં દવ પ્રસરતા અટકી ગઈ હતી.અને વધુ નુકસાન થતા અટકયુ હતુ.હાલમાં દવ કઈ રીતે લાગ્યો જેની તપાસ ચાલુ છે..

Back to top button
error: Content is protected !!