
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મેઘરજ : પત્રકાર એકતા પરિષદની નવીન કારોબારીનીના હોદ્દેદારો ની રચના કરવામાં આવી
સમગ્ર ગુજરાતમાં પત્રકારોના હિતો અને સંઘર્ષને મજબૂત બનાવી પારદર્શિતા સાથે કાર્ય કરવા માટે રચાયેલ પત્રકાર એકતા પરિષદ દ્વારા રાજ્યભરમાં નવીન કારોબારીઓની રચનાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં વર્ષ 2025 માટે નવી કારોબારીની જાહેરાત કરવામાં આવી છે.મેઘરજ તાલુકા પત્રકાર એકતા પરિષદની નવીન કારોબારીમાં પ્રમુખ તરીકે જયદીપભાઈ ભાટિયા, જ્યારે ઉપપ્રમુખ તરીકે નવનીત શર્મા અને હિતેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી છે. સંગઠનને સુવ્યવસ્થિત રીતે આગળ વધારવા માટે વિવિધ હોદેદારોની નિમણૂક પણ કરવામાં આવી છે.સાથે બિન હરીફ અન્ય કારોબારીના હોદ્દેદારો ની વરણી કરવામાં આવી હતી જે નીચે મુજબ છે મંત્રી: લાલસિંહ ચૌહાણ,મહામંત્રી: સંજયભાઈ ચૌધરી,ઓડિટર: મહેશ પ્રજાપતિ,ખજાનચી: નરેન્દ્રભાઈ દવે,આઈ.ટી. સેલ પ્રમુખ: ઉદાભાઈ ડામોર,આયોજક મંત્રી: જયંતીભાઈ ઓડ,સહ મંત્રી: આશિષભાઈ વાળંદ,સલાહકાર: રહીમભાઈ ચડીનવા હોદેદારોની નિમણૂક બાદ રાજ્ય તથા જિલ્લા સ્તરના આગેવાનો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને આશા વ્યક્ત કરવામાં આવી છે કે નવી કારોબારી પત્રકારોના હિતોને પ્રાથમિકતા આપીને વધુ સક્રિયતાપૂર્વક કાર્ય કરશે.પત્રકાર એકતા પરિષદની નવીન કારોબારીની રચનાથી મેઘરજ તાલુકામાં પત્રકારોના સંગઠનને વધુ ગતિ અને સશક્તતા મળશે તેવી સંભાવના વ્યક્ત થઇ રહી છે





