
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના પિપલ્યામાળ ગામે ઈંટના ભઠ્ઠા ચાલી રહ્યા છે.ત્યારે આ ઈંટના ભઠ્ઠા જે સ્થળ પર ચાલી રહ્યા છે તે સ્થળ સ્થિતિની ચકાસણી કરી ઈંટના ભઠ્ઠા બંધ કરવામાં આવે તેવી માંગ સાથે 70 વર્ષીય વૃદ્ધ મહિલા દ્વારા જિલ્લા કલેકટર તથા પ્રાંત અધિકારીને સંબોધતું આવેદનપત્ર પાઠવ્યું હતુ.ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પિપલ્યામાળ ગામે રહેતા સુરીબેન ધનસિંગભાઈ પવારની માલિકીની જમીન પિપલ્યામાળ ગામે ખાતા નંબર 130 થી કુલ ક્ષેત્રફળ :11-93-37 હે.આરે / ચો.મી. ખેતીની જમીન ચાલી આવેલ છે.આ જમીનના સર્વે નં.98 કુલ ક્ષેત્રફળ :11-72-08 હે.આરે / ચો.મી. ખેતીની જમીનમાં ઘર બનાવવાના આશયથી ઈંટ બનાવવા માટે આ જમીન રાકેશભાઇ સિંહોરા (રહે.પિપલ્યામાળ તા.આહવા જી.ડાંગ) ને સોંપવામાં આવી હતી. ત્યારે આ રાકેશભાઈ સિહોરા દ્વારા સર્વે નં.98 કુલ ક્ષેત્રફળ :11-72-08 હે.આરે / ચો.મી. ખેતીની જમીનમાં ઈંટ પાડવામાં આવી રહી છે. પરંતુ હાલમાં આ રાકેશભાઈ સિહોરા દ્વારા આ વૃદ્ધ મહિલા ને તેમની જમીનનો કબજો પરત કરવામાં નથી આવી રહ્યો અને તેમણે પોતે બળજબરીપૂર્વક આ જમીન પર કબજો રાખી મુકેલ છે. અને આ અંગે કહેવા જાય તો રાકેશભાઈ દ્વારા વૃદ્ધ મહિલા ને ધાક ધમકીઓ આપવામાં આવે છે. આ રાકેશભાઇ સિંહોરા ડાંગ જિલ્લાના વતની નથી પરંતુ બહારગામના હોય અને આ વૃદ્ધ મહિલા ની માલિકીની જમીનમાં ગેરકાયદેસર દબાણ કરેલ છે. આ વૃદ્ધ મહિલા અભણ અને અજ્ઞાન હોય જેનો ગેરલાભ લઈને રાકેશભાઈ દ્વારા જમીનમાં કબજો કરી લેવામાં આવેલ છે. જમીન પર આવેલ કુદરતી ઝાડ પણ તોડીને ઇંટના ભઠ્ઠામાં તેનો ઉપયોગ કોલસા તરીકે કરવામાં આવી રહ્યો છે. તેમજ ડેમમાંથી પણ પાણી ખેંચીને તે પાણીનો ઉપયોગ ઇંટના ભઠ્ઠામાં કરવામાં આવી રહ્યો છે.વધુમાં આ રાકેશભાઈને કંઈ પણ કહેવા જાય તો તેમના દ્વારા કહેવામાં આવે છે કે,”અમો કોઈના બાપ થી ડરતા નથી તમે કોઈપણ જગ્યાએ જાઓ અમારું કોઈ કાંઈ બગાડી લેવાનું નથી અમારી પહોંચ ઉપર સુધી છે. ” આ પ્રકારની ધમકીઓ આપવામાં આવતી હોય છે. ત્યારે આ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વૃદ્ધ મહિલા સૂરીબેન દ્વારા જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારીને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ..




