DAHODGUJARAT

ઝાલોદ તાલુકાના પરથમપુર ગામે ભાઈ અને ભત્રીજા ના ઝગડા માં છોડાવાની કોશિશ કરતા મોટા ભાઈ ની થઈ હત્યા 

તા.૨૫.૦૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Zalod: ઝાલોદ તાલુકાના પરથમપુર ગામે ભાઈ અને ભત્રીજા ના ઝગડા માં છોડાવાની કોશિશ કરતા મોટા ભાઈ ની થઈ હત્યા

આજના કળિયુગ સમયમાં ભાઈ ભાઈ ના સંબંધો માં માત્ર દેખાવ પુરતોજ રહી ગયુ છે તેવું લાગી રહ્યુ છે આવોજ કિસ્સો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પરથમપુર ગામે બન્યો છે.જેમાં જુના કોય ઝગડાની અદાવત રાખી બે કાકા કાકા ના છોકરાં સુભાષભાઈ સુરમલભાઈ હઠીલા અને સંજયભાઇ રેવનભાઈ હઠીલા તે કોય કારણોસર ઝઘડો કરી રહ્યા હતા તે સમય તેમને છોડાવવા માટે આસપાસના લોકો દોડી આવ્યા હતા  ઝગડો નું સાંભળીને ચીમનભાઈ જે બે આરોપી (1) સંજય રવન હઠીલા (જે મૃતક નો ભત્રીજો થાય તથા (2) રેવન ભીમા હઠીલા (જે મૃતક નો નાનોભાઈ થાય) તેમને ચીમનભાઈ કેમ ઝઘડો કરો છો તેમ કહેતા સંજય ભાઈ અને રેવન ભાઈ એ ઉસકેરાય જતા પોતાના જ સગા મોટાભાઈને લોખંડના ઘારીયા થી ડાબા હાથે તથા માથા ભાગે મારી મોટાભાઈ ચીમનને લોહી લુહાણ કરી પાડી દીધો. ગંભીર ઈજાઓ થતાં મોટાભાઈનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું ઘટનાની જાણ લીમડી પોલીસ ને થતાં સત્વરે પોલીસ ઘટના સ્થળે દોડી આવેલ અને સુભાષ સુરમલ ભાઈ ની ફરીયાદ ના આધારે બંને આરોપીઓ ને (1) સંજય રેવન હઠીલા તથા (2) રેવન ભીમા હઠીલા વિરુદ્ધ હત્યા નો ગુન્હો નોંધી બંને આરોપીઓ ગણતરીના જ કલાકોમાં પકડી જેલ ના સળિયા પાછળ ધકેલી દીધા હતા

Back to top button
error: Content is protected !!