GUJARATKHERGAMNAVSARI

ખેરગામ તાલુકાની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત શાળા જનતા માધ્યમિક શાળા, ખેરગામ ખાતે 79 માં સ્વાધીનતા દિનની ભવ્ય ઉજવણી 

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

 

જ્યારે સમગ્ર ભારતમાં 79 માં સ્વાધીનતા દિનની ઉજવણી કરવામાં આવી હોય ત્યારે ખેરગામ તાલુકાની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત શાળા જનતા માધ્યમિક શાળા, ખેરગામ આનાથી અલગ કઈ રીતે થઈ શકે, શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામના ટ્રસ્ટીશ્રી અમ્રતભાઈ મગનભાઈ પટેલના વરદ હસ્તે જનતા માધ્યમિક શાળા, ખેરગામ ખાતે 79 માં સ્વાધીનતા દિનની ખુબ ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં સવારે 8:30 કલાકે ધ્વજપ્રમુખ શ્રી અમ્રતભાઈ મગનભાઈ પટેલ દ્વારા ધ્વજારોહણ વિધિ પરિપૂર્ણ કરવામાં આવી,ત્યારબાદ શાળાના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ના વિદ્યાર્થીઓએ દેશભક્તિ થીમ ઉપર આધારિત કૃતિઓ જેવી કે માઈમ, દેશભક્તિ નૃત્ય, દેશભક્તિ ગીત તેમજ દેશભક્તિ વક્તવ્ય રજૂ કરીને સમગ્ર કાર્યક્રમમાં પોતાની ઉત્કૃષ્ટ ક્ષમતાથી દીપાવ્યો હતો. ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ માઇમ દ્વારા ઈ.સ ૧૯૪૭ થી લઈને આજ સુધી બનેલી મુખ્ય ઘટનાઓને મુક અભિનય દ્વારા પ્રેક્ષકો સમક્ષ રજૂ કરી હતી,માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા ખૂબ જ ઉત્કૃષ્ટ દેશભક્તિ નૃત્ય રજુ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા પણ પોતાની ક્ષમતાથી ઉપર જઈને ખૂબ જ સુંદર વક્તવ્યો તેમજ દેશભક્તિ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું,આમ સમગ્ર શાળાનો માહોલ દેશભક્તિના રંગે રંગાઈ ચૂક્યો હતો, શાળાના આચાર્યશ્રી ચેતનભાઇ દ્વારા પણ પ્રસંગિક ઉદબોધન રજૂ કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પરીપૂર્ણ કરવામાં આવ્યો હતો, ઉપરોક્ત કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી વિપુલ પવાર દ્વારા કરવામાં આવ્યું હતું અને સંચાલક મંડળના તમામ હોદ્દેદારોએ શાળાના શિક્ષક મિત્રો અને તમામ સ્ટાફ મિત્રોનો કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!