ઇડર માં જર્જરીત પાણીની ટાંકીને લઈ સ્થાનિકો તેમજ સ્થાનિક તંત્ર વચ્ચે ચાલતા વિવાદનો અંત આવ્યો….


સાબરકાંઠા…
જર્જરીત પાણીની ટાંકીને લઈ સ્થાનિકો તેમજ સ્થાનિક તંત્ર વચ્ચે ચાલતા વિવાદનો અંત આવ્યો….
સાબરકાંઠાના ઈડર સાકરીયા વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી પાણીની જર્જરીત ટાંકીને લઈ સ્થાનિકો તેમજ સ્થાનિક તંત્ર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. ઈડર છાપરીયા વિસ્તારમાં બે લાખ લીટરની પાણીની ટાંકી છેલ્લા કેટલાક વર્ષોથી જર્જરિત હોવાને કારણે આસપાસના રહીશો તેમજ અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકો ડરના ભય નિચે ટાંકી પાસેથી પ્રસાર થવા મજબુર બન્યાં હતાં. જૉકે ઈડર નગરપાલીકા તંત્ર દ્વારા જર્જરીત પાણીની ટાંકી જમીન દોષ કરાતા સ્થાનિકો સહીત રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. ઈડર નગરપાલિકા દ્વારા બે લાખ લિટરની પાણીની ટાંકી જમીન દોષ કરાતા આસપાસના ગ્રામ્ય વિસ્તારની જોડતો માર્ગ પણ બંધ થયો હતો. ઈડર થી છાપરીયા વિસ્તારમાંથી પસાર થતો સુરપુર ભરવાવ તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો જેણે પગલે રોજેરોજ અવર જવર કરતા વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા જમીન દોષ કરાયેલી પાણીની ટાંકીનું ઝડપીથી કામકાજ પૂર્ણ થાય અને આસપાસના રહીશોને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તે પણ ખૂબ મહત્વનું બની રહે છે…
જયંતિ પરમાર સાબરકાંઠા



