ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ વિકાસના કામો ને લઈને વિપક્ષના કાઉન્સિલરો ચીફ ઓફિસરને બિલોરી કાચ આપ્યો.

આણંદ વિકાસના કામો ને લઈને વિપક્ષના કાઉન્સિલરો ચીફ ઓફિસરને બિલોરી કાચ આપ્યો.

તાહિર મેમણ – 31/12/2024 -આણંદ શહેરમાં સાફ,સફાઈ, રોડ,રસ્તાં, લાઈટ, ઓવરબ્રિજ, સ્મશાન સહિતના કામોનું સત્વરે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે.આણંદ નગરપાલિકાના અપક્ષ કાઉન્સિલર અને વિપક્ષી કાઉન્સિલરો દ્વારા આજરોજ શહેરમાં સુવિધાના અભાવે નાગરિકોને પડતી હાલાકી બાબતે તેમજ શહેરના વિકાસના કામો બાબતે આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસરને બિલોરી કાચ અપાયો
રજૂઆત કરવા પહોંચેલા આ અપક્ષ કાઉન્સિલર, વિપક્ષના નેતા તેમજ સામાજિક કાર્યકરોએ, ચીફ ઓફિસરને ફુલોનું બુકે આપી દબાણ હટાવવાની કામગીરીને બિરદાવી હતી. પરંતુ, આ દબાણ હટાવ કામગીરી માત્ર એક જ જગ્યાને ટાર્ગેટ કરવાને બદલે શહેરના તમામ વિસ્તારમાં દબાણ હટાવવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે. સાથે-સાથે ચીફ ઓફિસરને શહેરના અન્ય ગેરકાયદેસર કાચા-પાકા દબાણો તેમજ વિકાસથી વંચિત રહેલા શહેરના વિસ્તારો જોવા માટે બિલોરી કાચ ગીફ્ટ આપ્યો હતો.
ભાલેજ ઓવરબ્રિજને પહોળો કરવા માગ રાજયના વિવિધ વિસ્તારોમાં આવેલા સાંકડા બ્રિજના કારણે ટ્રાફીક જામના દૃશ્યો સર્જાતા હોય તેવા 41 જેટલા બ્રિજો 245 કરોડના ખર્ચે પહોળો કરવાના આયોજનની મંજુરી આપવામાં આવી છે. પરંતુ આણંદ – સામરખા ચોકડીને જોડતો ભાલેજ બ્રિજ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર બનવા ઉપરાંત વધતા જતાં વાહનોના આવાગમન ભારણના પગલે સમયાંતરે બ્રિજ પર ટ્રાફીક સમસ્યા તેમજ આકસ્મીક દુર્ઘટના સર્જાતી હોય બ્રિજ પહોળો કરવા સતત માંગ કરવામાં આવી હતી. પરંતુ યેનકેન પ્રકારે તેને ટલ્લે ચઢાવવામાં આવ્યો છે. ત્યારે, હવે આણંદના ભાલેજબ્રિજને મજબૂત તથા પહોળો કરવા સમાવેશ કરવામાં આવે એવી માગ છે.

Back to top button
error: Content is protected !!