અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા ટાઉન પીએસઆઈ ડાભી અને સ્ટાફે વકીલને ફટકારતા બાર એશોનો સતત બીજા દિવસે વિરોધ યથાવત
*SP મનોહરસિંહ જાડેજાએ સમગ્ર મામલે ડીવાયએસપીને તપાસ સોંપતા તપાસનો દોર શરૂ થયો છે*
અરવલ્લી જિલ્લાના મોડાસામાં પોલીસે વકીલને માર મારતાં મામલો બીચક્યો હતો. જિલ્લા કોર્ટ ખાતે બાર એસોસિએસને વિરોધ નોંધાવ્યો હતો. વકીલોએ કોર્ટ પરિસરમાં પોલીસ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. સતત બીજા દિવસે તમામ વકીલો કામકાજથી અળગા રહ્યા હતાં. પોલીસના મારથી ઈજાગ્રસ્ત થયેલા વકીલને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. અરવલ્લી બાર એસોસિએસને વકીલને માર મારનાર પીએસઆઈ અને સ્ટાફ સામે ફરિયાદ નોંધવામાં આવેની ઉગ્ર માંગ કરી હતી જિલ્લા કોર્ટ ખાતે બાર એસોસિયેશનનો ઉગ્ર વિરોધ
પ્રાપ્ત વિગતો પ્રમાણે મોડાસામાં ગઈકાલે એક વકીલ ફરિયાદીને લઈને પોલીસ સ્ટેશન ગયા હતાં. જ્યાં પોલીસ અને વકીલ વચ્ચે રકઝક થઈ હતી. ત્યાર બાદ ઉશ્કેરાયેલા પોલીસ કર્મીએ વકીલને માર માર્યો હતો. પોલીસના મારથી ઈજાગ્રસ્ત થયેલા વકીલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનાને કારણે સમગ્ર જિલ્લાના વકીલોમાં રોષ ફેલાયો હતો. જિલ્લા કોર્ટ પરિસર ખાતે આજે વકીલોએ એકત્ર થઈને ભારે સુત્રોચ્ચાર સાથે પોલીસને વિરોધ કર્યો હતો. પોલીસ કર્મીઓને કોર્ટ પરિસરની બહાર કાઢવામાં આવ્યા હતાં.તમામ વકીલો કામકાજથી અળગા રહ્યા
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વકીલ ગોપાલ ભરવાડ આરોપીને લઈને ગયા હતાં. જ્યાં પોલીસ સાથે વાતચીત દરમિયાન ઉગ્ર વિવાદ થયો હતો. આ દરમિયાન ઉશ્કેરાયેલા પોલીસ કર્મીએ વકીલ ગોપાલ ભરવાડને માર માર્યો હતો. આ ઘટના બાદ જિલ્લા કોર્ટ પરિસરમાં બાર એસોસિએસન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તમામ વકીલો કામકાજથી અળગા રહીને વિરોધ કર્યો હતો.