GUJARATKARJANVADODARA

મૂળનિવાસી એકતા મંચ એ રાષ્ટ્રપતિશ્રી ને કરજણ ના પ્રાંત અધિકારીશ્રી મારફતે આવેદનપત્ર પાઠવ્યું

ડેટા પ્રોટેક્શન બિલના નામે આરટીઆઇ કાયદામાં ફેરફાર

નરેશપરમાર.કરજણ,

મૂળનિવાસી એકતા મંચ એ રાષ્ટ્રપતિશ્રી ને કરજણ ના પ્રાંત અધિકારીશ્રી મારફતે આવેદનપત્ર પાઠવ્યું

ડેટા પ્રોટેક્શન બિલના નામે આરટીઆઇ કાયદામાં ફેરફાર

ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેકશન બિલ ના નામે માહિતી અધિકાર અધિનિયમના કાયદામાં થયેલા ફેરફાર સામે R T I કાર્યકરો દ્વારા ભારત ભરમાં વિરોધ પ્રદર્શન કરી ભારે વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં પણ મૂળનિવાસી એકતા મંચ ના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમાર ની આગેવાની હેઠળ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી ને માહિતી અધિકાર અધિનિયમમાં જે સંશોધન કરી સુધારો કરવામાં આવ્યો છે તેને રદ કરવાની માંગ સાથે કરજણ ના પ્રાંત અધિકારીશ્રી મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અત્યાર સુધી કોઈ રસ્તાનું બરાબર કામ નહીં કરનાર કોન્ટ્રાક્ટર નું નામ એજન્સી નું નામ તેને ચૂકવવાની રકમ વિગેરે વિગતો મળી શકતી હતી એવી જ રીતે મનરેગા યોજનામાં પણ ભ્રષ્ટાચાર કરનાર તથા શ્રમજીવીઓને થયેલા ચુકવણાની વિગતો રેશનકાર્ડ માં મળતા અનાજની વિગતો સરકારી આવાસ યોજના જેવી અનેક જન હિતની અને જાહેર હીતની માહિતી મળી શકતી હતી. પરંતુ હવે ડી.પી.ડી.પી અંગેના નવા કાયદા હેઠળ આરટીઆઇ કાયદાની કલમ 8 (1)માં જે સુધારો કરવામાં આવ્યો છે જે નવા સુધારા પ્રમાણે વ્યક્તિગત કે અંગત માહિતીના નામે આ બધી વિગતો આરટીઆઇ અરજી કરનારને મળે નહીં જેથી આરટીઆઇ નો કાયદો દાંત વિનાનો અને નકામો બનાવી દેવાની ચેષ્ટા સામે વિરોધ નોંધાયો છે આરટીઆઇ કાયદાની કલમ 8 અર્થવિહીન બનાવી દીધી છે જેથી ભ્રષ્ટાચારને વધુ પ્રોત્સાહન મળશે અને વેગ મળશે અને માહિતી અધિકાર અધિનિયમ નો કાયદો વહીવટની પારદર્શિકા માટે બનાવવામાં આવ્યો હતો તેનું ઘોર ઉલંઘન આ ફેરફારના કારણે થઈ રહ્યું છે લોકો નો મૂળભૂત અધિકાર છીનવાય રહ્યો છે અને ભારત દેશની અંદર ભ્રષ્ટાચારને વેગવંતો બનાવવા માટે સરકારે જે સુધારો કર્યો છે તે સદંતર ખોટો છે જેને મૂળ નિવાસી એકતા મંચ અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમાર સખત શબ્દોમાં વખોડી નાખે છે અને R T I કાયદામાં જે સુધારો કરવામાં આવ્યો છે તેને રદ કરવાની માંગ સાથે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી ને આવેદનપત્ર પાઠવ્યું છે.

Back to top button
error: Content is protected !!