
ઝઘડિયાના સુલતાનપુરામાં સફાઈ કામદારોનો આક્રોશ; આત્મવિલોપનની ચીમકી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સેનેટરી પાર્કમાં કામ કરવાના મુદ્દે પંચાયત અને સફાઈ કામદારો સામસામે આવી ગયા છે. છેલ્લા ૧૦ વર્ષથી સેવા આપતા કામદારોને કામ પરથી છૂટા કરી દેવાતા, હવે ન્યાય ન મળવાની સ્થિતિમાં કામદારોએ આંદોલ કરવા ની વાત કરી હતી અને આંદોલન બાદ પણ ન્યાય નહીં મળે તો અમે 11 કામદારો પંચાયત સામે આત્મવિલોપન કરવાની ગંભીર ચીમકી ઉચ્ચારી છે.
ઝઘડિયાનું સુલતાનપુરા ગામ અત્યારે વિવાદનું કેન્દ્ર બન્યું છે. અહીંના સેનેટરી પાર્કમાં કામ કરવાના મુદ્દે ગ્રામ પંચાયત અને સફાઈ કામદારો વચ્ચેનો વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કામદારોનો ગંભીર આક્ષેપ છે કે પંચાયત દ્વારા તેમને અત્યંત દુર્ગંધયુક્ત કચરામાં કામ કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.કામદારો રોજની ૩ થી ૫ કલાક સફાઈ કરે છે, જેના બદલામાં તેમને રૂ. ૧૬૦ દૈનિક વેતન આપવામાં આવે છે સફાઈ કામદારોનો દાવો છે કે તેમને સેનેટરી પાર્કમાં ગંદકી વચ્ચે કામ કરવા દબાણ કરાયું હતું, સેનેટરી પાર્કમાં કામ કરવાની ના પાડતા ગત ૬ જાન્યુઆરીથી પંચાયતે કામદારોને ફરજ પરથી છૂટા કરી દીધા છે.છેલ્લા ૧૦ વર્ષથી ગામની સેવા કરતા આ શ્રમિકો આજે બેરોજગાર બન્યા છે. પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઈરફાન ખત્રી
રાજપારડી




