માઁ સામાજિક સંસ્થા ને સોંપેલ પે & યુઝ સંડાસ બાથરૂમ ઘણા સમય થી બંધ હાલત માં.
રોગચાળો ફાટી નીકળે તેટલી પારાવાર ગંદકી.

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા
મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સોમનાથ ચોક બિલાડી બાગ વિસ્તાર માં આવેલ માઁ સામાજિક સંસ્થા ને સોંપેલ પે & યુઝ સંડાસ બાથરૂમ ઘણા સમય થી બંધ હાલત માં જોવા મળે છે,
પે & યુઝ ટોયલેટ બ્લોક મુતરડી ના લીધે રોગચાળો ફાટી નીકળે તેટલી પારાવાર ગંદકી છે.
મુતરડીની અંદર દેશી દારૂ અને બિયર ની ખાલી બોટલો પડેલી જોવા મળે છે, આ છે ગાંધીનું ગુજરાત
હાલમાં કડકડતી ગુલાબી ઠંડીના સમય ગાળામાં લોકોએ જાહેર માં પેશાબ કરવા મજબુર થવું પડે છે, બેન-દીકરીઓ રોડ ઉપર જતી હોય એ શરમજનક છે,
મહેસાણા નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર, BJP નગર સેવકો હવે મહેસાણા મહાનગરપાલિકા બનવા જઈ રહી છે, જાણે કોઈ ને પ્રજા લક્ષી વિકાસના કામો અને વર્ષો પહેલા બનાવેલ જાહેર શૌચાલયને તાળા મળેલ જોવા મળે છે, જાણે કામ કરવામાં રસ જ ન હોય ?
ચૂંટાયેલા મહાનુભાવો પાસે કોઈ દી સમય જ મળ્યો નથી કે તેઓ કોઈ દિવસ આ વિસ્તારની મુલાકાતે પણ આવતા નથી તેવું આ કેમેરામાં કેદ થયેલ ફોટો સાબિત કરી આપે છે,
આ સંસ્થાને પે એન્ડ યુઝ સોપેલ છે તે સંસ્થા પાસેથી તાત્કાલિક પે એન્ડ યુઝ પરત લેવો જોઈએ અને નગરપાલિકા તેનું સંચાલન કરે તેવી આ વિસ્તારના રહીશો માંગ છે. અને તે રેગ્યુલર જાળવણી કરે તેવુ લોકો જણાવી રહ્યા હતા.





