
તા.૦૪.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dhanpur:ધાનપુર તાલુકા ખાતે પંચાયત અને કૃષિ મંત્રીની ઉપસ્થિતિ હેઠળ શ્રી આદિવાસી આશ્રમ શાળા, ડુંગરપુર ખાતે ૬૯ મી અખિલ ભારતીય શાળાકીય કબડ્ડી સ્પર્ધા યોજાઇ
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિ હેઠળ શ્રી આદિવાસી આશ્રમ શાળા, ડુંગરપુર ખાતે ૬૯ મી અખિલ ભારતીય શાળાકીય કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી હતી. આ દરમ્યાન જિલ્લા પંચાયત દાહોદ, કારોબારી અધ્યક્ષ અભેસિંગભાઈ મોહનિયા, તાલુકા પંચાયત પ્રમુખ, ધાનપુર અભેસિંગભાઈ મોહનિયા, અન્ય જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, ડુંગરપુર સરપંચ, ધાનપુર સરપંચ, તાલુકા રમત ક્ન્વીર રાકેશભાઈ ખાબડ તેમજ મોટી સંખ્યામાં ખેલાડીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા




