યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના પ્રથમ નોરતે માઈભક્તોનુ ઘોડાપુર,માતાજીના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યુ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૨.૯.૨૦૨૫
યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે આસો નવરાત્રી ના પ્રથમ નોરતે અને સોમવારના રોજ માઇ ભક્તો નું મહેરામણ ઉમટયુ હતુ.એક લાખ ઉપરાંત માઇ ભક્તોએ માતાજીના ચરણ માં શીશ ઝુકાવી ધન્ય બન્યા હતા.આદ્યશક્તિ માં જગદંબા ની આરાધના નું પર્વ એટલે નવરાત્રી જેને લઇ ૫૧, શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ પંચમલાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાજી છે.આ યાત્રાધામ ખાતે ગુજરાત સહીત પાડોશી રાજ્યો રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રા માંથી માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખ્ખો ની સંખ્યામાં આવતા હોય છે. તેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રી,આસો નવરાત્રી, તેમજ આઠમ, પૂનમ નું અનેરું મહત્વ હોય છે.તે ઉપરાંત તેમજ શનિવાર રવિવાર અને જાહેર રજાના દિવસોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. ઉપરાંત પાવાગઢનો વિકાસ અને મંદિર પરિસરના આધ્યાત્મિક નિર્માણ થયા પછી દેશ ના પ્રધાનમંત્રી દ્વારા ઐતિહાસિક ધ્વાજરોહણ બાદ યાત્રાળુઓનો ધસારો ઉત્તરોતર વધી રહ્યો છે.તેમાં પણ આજથી આસો નવરાત્રી નો પ્રારંભ થતા માઇ ભક્તો ગત રોજ ભાદરવી અમાસ ને રવિવારના દિવસની મધ્યરાત્રીથી ભક્તો માટી સંખ્યામાં પાવાગઢને જોડતા તમામ માર્ગો પર ભક્તોનો સૈલાબ જોવા મળતો હતો.ચારે કોર પગપાળા યાત્રાળુઓ ના કારણે જય માતાજીના ભારે જયઘોષ સંભળાતા હતા. મધ્યરાત્રીથી મંદિર પરિષદ તેમજ મંદિરના પગથિયા પર ભક્તોની ભારે ભીડ નિજ મંદિરના દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા ભક્તો જોવા મળ્યા હતા. જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિર ના દ્વાર વહેલી સવારે પાંચ કલાકે માતાજી ના દર્શનાર્થે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજી ના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું.જોકે આસો નવરાત્રી પર્વ ને લઇ મોટી સંખ્યામાં આવતા માઇ ભક્તોને સારી રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વવારા ઉભી કરવામાં આવી છે. જેને લઇ માઇ ભક્તો એ પણ શિસ્તબદ્ધ રીતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.જયારે ભાવિક ભક્તોની સુરક્ષા અને સલામતિ માટે પોલીસ દ્વારા તળેટીથી ડુંગર ઉપર નિજ મંદિર સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સીસીટીવી કેમેરા વીડિયોગ્રાફી દ્વવારા જેમાં 3 નાયબ પોલીસ અધિક્ષક,7 પીઆઇ, 28 પીએસઆઇ, 300 એએસઆઇ /હેડ કોસ્ટેબલ / પોલીસ કોસ્ટેબલ, 29 એસઆરપી જવાન, 200 જીઆરડી, 18 ટીઆરબી, સહીત 775 પોલીસ કર્મીઓ જુદા જુદા પોઈન્ટો ગોઠવી યાત્રિકો ઉપર બાજ નજર રાખવા ચોવીસ કલાક ફરજ બજાવી રહ્યા છે.વધુ ભીડ ને કારણે કેટલાક પરીવારજનો છુટા પડી જવાના બનાવો બનતા હોય છે.તેઓને શોધી પુનઃ મિલાન કરાવતા હોય છે.જયારે એસટી નિગમ દ્વવારા યાત્રિકો ને પાવાગઢ તળેટી થી ડુંગર માંચી સુધી લાવા લઈ જવા માટે 50 એસ ટી બસ ચોવીસ કલાક દોડવામાં આવી રહી છે.