યાત્રાધામ પાવાગઢની તળેટી માં આવેલ ટપલાવાવ હનુમાનજી મંદિર ખાતે મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૬.૫.૨૦૨૫
યાત્રાધામ પાવાગઢની તળેટી માં આવેલ ટપલાવાવ હનુમાનજી મંદિર ખાતે મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો.હાલોલ તાલુકાના ટપલાવાવ ગામે આવેલ પૌરાણિક હનુમાનજી મંદિર પરિસદમાં મહાદેવજી ના મંદિરનો જીનોધ્ધાર કરી તે મંદિરમાં માં પાર્વતી,શ્રી ગણેશજી તેમજ હનુમાન દાદાની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેને આજે શુક્રવારના રોજ સ્થાપિત કરવામાં આવી હતી.છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી ધાર્મિક મહોત્સવમાં તા.૧૪.૫.૨૫ બુધવાર ના રોજ મૂર્તિ ની શોભાયાત્રા સવારે ૯.૦૦ કલાકે યોજાઈ હતી ત્યારબાદ પૂજાનો પ્રારંભ થયો હતો બપોરે જલાભિષેક ત્યારબાદ આરતી કરવામાં આવી હતી જ્યારે ગુરુવારના રોજ સવારે પૂજા બપોરે મૂર્તિ સ્નપ્ન ત્યારબાદ અન્નાધિવાશ ત્યારબાદ આરતી કરવામાં આવી હતી જ્યારે આજે શુક્રવારના રોજ વહેલી સવારથી જ પ્રાણ પ્રતિષ્ઠા નો ક્રાયકમ યોજાયો હતો બપોરે ૧૨.૩૯ કલાકે મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જ્યારે સાજના ૫.૦૦ કલાકે યજ્ઞકુંડમાં શ્રીફળ હોમી યજ્ઞનું સમાપન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહા પ્રસાદીનું ટપલાવાવ હનુમાનજી મંદિર પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ભક્તોએ મહા પ્રસાદીનો લાભ લીધો હતો છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા ભક્તિમય વાતાવરણમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.








