GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર શહેરી વિસ્તાર માં લાગેલ ફટાકડા ની દુકાનદારો ના લાયસન્સ ના ચેકીંગ અને સલામતી અંતર્ગત પોલીસે તપાસ હાથ ધરી

વિજાપુર શહેરી વિસ્તાર માં લાગેલ ફટાકડા ની દુકાનદારો ના લાયસન્સ ના ચેકીંગ અને સલામતી અંતર્ગત પોલીસે તપાસ હાથ ધરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરી વિસ્તાર માં દિવાળી નજીક આવી રહી છે. ત્યારે દરવર્ષની માફક આ વખતે પણ બજારો મા ફટાકડા ના સ્ટોલ લગાવવા મા આવ્યા છે. ખત્રીકૂવા ચક્કર વિસ્તાર માં લાગેલ ફટાકડા ના વેપારીઓ ના પોલીસે લાયસન્સ તેમજ ફાયર સેફ્ટી ની સુવિધાઓ ને પોલીસ અધિકારી ડી આર રાવ તેમજ પી એસ આઈ એ આર બારીયા સહિત પોલીસ ટીમે સઘન ચેકીંગ હાથ ધરી હતી. જોકે અગાઉ ફટાકડા ના દુકાનદારો જે જગ્યાઓ એ પોતાની દુકાન લગાવી હતી. તે સ્થળે જ આ વર્ષે પણ વેપારીઓએ સ્ટોલ લગાવ્યા હતા. પોલીસ અધિકારી એ આ સ્ટોલ ઉપર હાલ વેપાર ઉપર બ્રેક લગાવી ને લોકો ની સલામતી અને કોઈ અનીચ્છનીય બનાવ ના બને તે માટે તેમજ કોઈ ટ્રાફિક ને અડચણ ઊભી ના થાય તેને અનુલક્ષી પોલીસ સક્રિય બની છે. આ બાબતો ને લઇને લાખો નો મૂડી રોકાણ કરતાં ફટાકડા ના વેપારીઓ પોલીસ મથકે અને મામલતદાર કચેરીએ પહોંચી અધિકારીઓને રજૂઆત કરી હતી. જોકે પોલીસ અધિકારીએ હાલ સુધી સ્ટોલ બંધ રાખવા સૂચનાઓ આપી છે. ત્યારે વેપારીઓ પોલીસ અધિકારી અને મામલતદાર આ બાબતે વેપારીઓ માટે વેપાર માટે ધંધો ખોલવા ક્યારે મંજૂરી આપે છે તેની વેપારીઓ રાહ જોઈ રહ્યા છે.

Back to top button
error: Content is protected !!