તા.૧૫.૧૦.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના ૩૨ ક્વોટર નજીક મુસાફરી કરી પેસેન્જર ટ્રેન માંથી પડી જતા રાજકીય રેલ્વે પોલીસે કાર્યવાહી હાથ ધરી
આજરોજ તા.૧૫.૧૦.૨૦૨૪ ના મંગળવાર ૫.૦૦ કલાકે વાત કરીયેતો ગોધરા તરફથી આવતી પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરી રહેલ મુસાફર ટ્રેનના દરવાજા પાસે ઉભો હતો ત્યારે મુસાફરને ઝોકું આવતા તે દાહોદ શહેરના ૩૨ ક્વોટર નજીક ટ્રેનથી જમીન પર પટકતા તેઓને હાથ પગ તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ તથાં તેઓનું સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું કોઈ મુસાફર પેસેન્જર ટ્રેન માથી પડી જતા તેઓનું મોત નીપજ્યાની જાણ રાજકીય રેલ્વે પોલીસને થતા રાજકીય રેલ્વે પોલીસ અને આર.પી.એફ પોલીસના માણસો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી આ ઈસમનું નામ સું છે ક્યાં રહે છે તેની તપાસનો ધમ ધમાટ આરંભ કરવામાં આવી આવી હોવાનું જાણવા મળેલ છે