
તા.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના બોરડી રેલ્વે સ્ટેશન નજીક અજાણીયા ઈસમની કપાયેલી હાલમાં લાશ મળી આવતા રાજકીય રેલ્વે પોલીસે કાર્યવાહી હાથ ધરી
આજરોજ તા.૧૨.૧૨.૨૦૨૪ ના ગુરુવારે ૧૨ કલાકે રાજકીય રેલવે પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી જેમાં જણાવવામાં આવ્યુ કે દાહોદ તાલુકાના બોરડી રેલ્વે સ્ટેશન નજીક ગંભીર રીતે ઘવાયેલ લાશ રેલ્વે ટ્રેક પાસે જોવા મળી છે જેવીજ જાણ તથા રાજકીય રેલવે પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી લાશને દાહોદ ખાતે પોસ મોર્ટમ અથે ખસેડી તે અજાણ્યા ૩૫ વર્ષીય ઈસમના પરિવારની શોધ ખોડ હાથધરી છે કોઈ ટ્રેન નીચે આવી જતા આ ઈસમના શરીરે હાથ પગે ગંભીર ઇજાઓં થવા પામી છે.જેથી તેની ઓળખાળ થઈ શકે તેમ ન હોવાથી પોલીસ ચીંતા મુકાઈ છે તેમ છતા રાજકીય રેલ્વે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ઈસમનું ઉમ્ર ૩૫ વર્ષ છે શરીરે રંગ શ્યામ છે ઉંચાઈ પાંચ ફિટ છે આખી બાઇનુ શર્ટ પહેરેલ છે અને જાંબુડી રંગની નાઇટી પહેરેલ છે જો કોઈ પણ આ ઇસમને ઓળખતા હોયતો રાજકીય રેલ્વે પોલીસ સ્ટેશન દાહોદનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે



