AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં વન વિદ્યાશાસ્ત્ર (ફોરેસ્ટ્રી) વિષય સાથેની કોલેજ શરૂ કરવા માજી ભાજપ યુવા મોરચાનાં પ્રમુખે રજૂઆત કરી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં વન વિદ્યાશાસ્ત્ર (ફોરેસ્ટ્રી) વિષય સાથેની કોલેજ શરૂ કરવા માજી ભાજપ યુવા મોરચાનાં પ્રમુખ સોનુભાઇ બી. ભિવસને રજૂઆત કરી છે.ગુજરાત રાજયના વલસાડ,કપરાડા,ધરમપુર,વાંસદા, ડાંગ,તાપી,માંડવી,ઉમરપાડા,નર્મદા છોટાઉદેપુર,પંચમહાલ, દાહોદ,અંબાજી સુધીનો વિસ્તાર જંગલ વિસ્તાર ધરાવે છે.તેમજ જુનાગઢ વિસ્તારમાં પણ જંગલ વિસ્તાર આવેલો છે.આમ  રાજયમાં હાલ ૯ થી ૧૦% જેટલા વિસ્તારમાં જંગલો આવેલા છે.હાલની પરિસ્થિતિ જોતા રાજયમાં જંગલ વિસ્તાર ઘટતો જાય છે.એટલે વન સંરક્ષણ સંવર્ધનની ખાસ જરૂર છે. કમનશીબે  રાજયમાં વનશાસ્ત્ર (ફોરેસ્ટ્રી) વિષય ભણવાની કોઈ કોલેજ અસ્તીત્વમાં નથી. જે સ્થાનિક વિઘાર્થીઓને (ફોરેસ્ટ્રી) વિષયનુ જ્ઞાન આપવામાં આવે અને તેમા બાળકો સ્નાતક સુધીનો અભ્યાસ કરાવવામાં આવે તો આપણા રાજયનાં જંગલોનાં સંવર્ધન અને સંરક્ષણમાં ખુબજ ઉપયોગી થાય તેમ છે.આથી  રાજયમાં ફોરેસ્ટ્રી વિષય સાથેના અભ્યાસ વાળી કોલેજ ખોલવાની તત્પર જરૂરિયાત જણાય છે.ત્યારે  તાત્કાલીક ફોરેસ્ટ્રી વિષય સાથેની ૨ થી ૩ કોલેજો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે ભાજપના માજી યુવા મોરચાના પ્રમુખ સોનુભાઇ બી. ભિવસને મુખ્યમંત્રી,રાજ્યપાલ,રાજ્યના શિક્ષણ મંત્રી, વન મંત્રી,વલસાડ – ડાંગનાં સાંસદ અને ડાંગના ધારાસભ્યને સંબોધીને અરજ ગુજારી રજૂઆત કરી છે.

Back to top button
error: Content is protected !!