તાલુકા કક્ષાએ આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરનું ગૌરવ
30 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
તાલુકા કક્ષાએ આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરનું ગૌરવ તાલુકા કક્ષાએ યોજાયેલ કલા મહાકુંભમાં આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સુગમ સંગીત સ્પર્ધામાં પાર્વતી એસ. ઠાકોરે પ્રથમ નંબર, તબલા વાદન સ્પર્ધામાં દીપક ડી. વાઘડાએ દ્વિતીય નંબર, એક પાત્રીય અભિનયમાં જોયલ એ. ચૌધરીએ તૃતીય નંબર, લોકગીતમાં સુહાની એ. ઠાકોરે તૃતીય નંબર તથા આદર્શ કોલેજના વિદ્યાર્થી ખુશી વી.પટેલે વકતૃત્વ સ્પર્ધામાં દ્વિતીય નંબર, મન પંચાલે સુગમ સંગીતમાં તૃતીય નંબર પ્રાપ્ત કરી આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરનું ગૌરવ વધાર્યું હતું. આમ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં સિદ્ધિ પ્રાપ્ત કરી આદર્શ સંકુલ, વિસનગરનું ગૌરવ વધારવા બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળે તથા આદર્શ શૈક્ષણિક સંકુલ પરિવારે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.