યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા હાનાણી પરિવારનું ગૌરવ…
અડગ મનના માનવીઓને હિમાલય પણ નડતા નથી આ સૂત્ર સાર્થક કરતી રાજુલા હાનાણી પરિવારની દીકરી
શ્રીમતી ટી જે બી એસ ગર્લ્સ હાઇસ્કુલ ની વિદ્યાર્થીનીએ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું
મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા સ્પર્ધામાં શ્રીમતી ટી. જે. બી. એસ .ગર્લ્સ હાઇસ્કૂલ ની વિદ્યાર્થીની શ્રેયા રોહિતભાઈ હાનાણીએ વકૃત્વ સ્પર્ધા અંતર્ગત તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવતા રૂા. ૧૦.૦૦૦ નું પારિતોષિક મેળવવા પ્રાપ્ત થતાં શ્રીમતી ટી .જે . બી. એસ ગર્લ્સ હાઈસ્કૂલનાં આચાર્યા શ્રીમતી સીમાબેન પંડ્યા /જોષી તથા તેમનાં માર્ગદર્શક શિક્ષકશ્રી એન.જી બળદાણિયા તથા સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા આગામી તારીખ 17 /9/ 2025 ના રોજ શ્રેયા જિલ્લા કક્ષાએ ભાગ લેવા ગયેલ ત્યારે આ શ્રેયા સાનાણી જિલ્લા કક્ષાએ પણ પ્રથમ આવેલ છે ત્યારે સમગ્ર શાળા પરિવાર તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે ત્યારે શાળાના આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફે અભિનંદન પાઠવ્યા
શ્રેયા હાનાણી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પ્રથમ આવતા તેણે જણાવેલું કે મારા માટે નંબર આવવાની ખુશી કરતા મને શાળા પરિવાર અને મારા પરિવાર દ્વારા મને પ્રોત્સાહન માર્ગદર્શન મળેલ છે તે જ મારા માટે ખૂબ મોટી ખુશી ની વાત છે અને સમગ્ર શાળા ના ગુરુજનો આભાર વ્યક્ત કર્યો