
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – સાબરકાંઠા ખાતે અલગ યુનિવર્સિટી સ્થાપના સંદર્ભે એ શામળાજી આર્ટસ કોલેજ ખાતે સંયુક્ત બેઠક યોજાઈ
અરવલ્લી જિલ્લો અલગ થયાના દસ વર્ષથી વધુ સમય વીતવા છતાં યુનિવર્સીટી ની માંગ પૂર્ણ થઇ નથી,કોલેજના કામ અર્થ એ વિદ્યાર્થીઓ ને 150 કિમિ દૂર પાટણ જવું પડે છે
છેલ્લા કેટલાય વર્ષો થી અરવલ્લી જીલ્લો અલગ વિભાજિત થયો જેના 10 વર્ષથી વધુ સમય વીતવા આવ્યો છતાં અરવલ્લી – સાબરકાંઠા જિલ્લાને અલગ યુનિવર્સિટી ની માંગ પૂર્ણ થઈ નથી જેને લઈ શામળાજી આર્ટસ કોલેજ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ મહાસંઘ તેમજ સમગ્ર જિલ્લા માંથી સંચાલકો તેમજ આચાર્યઓ ઉપસ્થિત રહ્યા હતા બંને જિલ્લાની 290 જેટલી કોલેજો થાય છે જેમાં યુનિવર્સિટી નું અંતર બંને જિલ્લા થી 150 કિમી જેટલું થાય છે જેને લઇ વિધાર્થીઓ ને દૂર અંતરે જવું મુશ્કેલ બને છે જેને લઇ બંને જિલ્લાને અલગ યુનિર્વિસટી મળે તે માટે ચિંતન શિબિર યોજાઈ હતી જેમાં વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીએ પણ અરવલ્લી જિલ્લામાં આવી યુનિવર્સિટી ની માંગ ને લઇ માંગ પૂણે કરવા માટે જણાવ્યું હતું ત્યારે અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લાને અલગ યુનિવર્સિટી મળી રહે તે માટે ચિંતન શિબિર યોજાઈ હતી




