ARAVALLIGUJARATMEGHRAJ

પોષણ ઉત્સવ 2024/25 અંતર્ગત ઉજવણી વચ્ચે વરવી વાસ્તવિકતા :મેઘરજ તાલુકામાં કુલ 249 જેટલી આંગણવાડી કેદ્રો પૈકી 54 કેન્દ્રો ભાડાના મકાનમાં ચાલે છે

મેઘરજ તાલુકામાં ઘટક -1 માં 30 ઘટક-2 ની અંદર 24 જેટલી આંગણવાડીઓના બાળકો ભાડાના મકાનમાં તેમજ અન્ય જગ્યાએ અભ્યાસ કરી અભ્યાસ કરી રહ્યા છે

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

પોષણ ઉત્સવ 2024/25 અંતર્ગત ઉજવણી વચ્ચે વરવી વાસ્તવિકતા :મેઘરજ તાલુકામાં કુલ 249 જેટલી આંગણવાડી કેદ્રો પૈકી 54 કેન્દ્રો ભાડાના મકાનમાં ચાલે છે

અરવલ્લીમાં ચાલતી પોષણ ઉત્સવ 2024/25 અંતર્ગત ઉજવણી વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી છે,મેઘરજ તાલુકામાં કુલ 249 જેટલી આંગણવાડી કેદ્રો પૈકી 54 કેન્દ્રો ભાડાના મકાનમાં ચાલે છે,અન્ય કેન્દ્રો તો શૌચાલય વિનાના.

અરવલ્લી જિલ્લામાં છાશ વારે વિવિધ કાર્યક્રમોના નામે તંત્ર તાયફઓ કરતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.અરવલ્લી જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના શાખા દ્વારા તમામ ઘટકોમાં પોષણ ઉત્સવ ઉજ ઉજવાય રહ્યો છે.આ ઉત્સવમાં લાભાર્થી માતાઓ કિશોરીઓ વિવિધ વાનગી બનાવી સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે.તો બીજી તરફ આંગણવાડી કેદ્રોમાં ચાલતી લાલિયાવાડી પણ સામે આવી છે.વિકાસશીલ ગુજરાતમાં આંગણવાડી કેદ્રો ભાડાના મકાનોમાં ચાલે છે.

અરવલ્લી જિલ્લા ICDS વિભાગ દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી તો કરવામાં આવી રહી છે પરંતુ વાસ્તવિકતા કંઈ જુદી જ છે.છેલ્લા ઘણા વર્ષથી અરવલ્લીમાં એવી અનેક આંગણવાડીઓ છે કે જ્યાં આંગણવાડીનું પોતાનું મકાન પણ નથી અને છે ત્યાં શૌચાલય નથી જેનાં કારણે આંગણવાડીના બાળકો ને ખાનગી ભાડાના મકાનમાં પાયાનું શિક્ષણ અપાઈ રહ્યું છે.

અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાની અંદર આંગણવાડીના પોતાના મકાન વગર પણ હાલ આંગણવાડીઓ ચાલી રહી છે જે ખાનગી ભાડાના મકાનમાં છે.મેઘરજ તાલુકા ની વાત કરવામાં આવેતો કુલ 249 જેટલી આંગણવાડીઓ આવેલી છે જેમાં ઘટક-1 માં 117 તેમજ ઘટક-2 માં 132 આંગણવાડીઓ આવેલી છે. ઘટક-1 અને ઘટક- 2 ની કુલ 54 જેટલી આંગણવાડીઓમાં બાળકો ભાડાના મકાન તેમજ વિવિધ જગ્યાએ બેસીને અભ્યાસ કરી રહ્યા છે બીજી તરફ મેઘરજ તાલુકામાં ઘટક -1 માં 30 ઘટક-2 ની અંદર 24 જેટલી આંગણવાડીઓના બાળકો ભાડાના મકાનમાં તેમજ અન્ય જગ્યાએ અભ્યાસ કરી અભ્યાસ કરી રહ્યા છે ત્યારે હાલ ઉજવાઈ રહેલા પોષણ ઉત્સવની સામે જ્યાં આંગણવાડી નું પોતાનું મકાન જ નથી તો બાળકો કઈ રીતે ભણી શકશે.આઈસીડીએસ વિભાગ દ્વારા વિવિધ ઉત્સવો તો ઉષ્માભેર ઉજવાઈ રહ્યા છે પરંતુ જ્યાં આગણવાડી જ નથી ત્યાં બાળકોના ભવિષ્યનું શું જેવા અનેક સવાલો થઈ રહ્યા છે.

Back to top button
error: Content is protected !!