ગોધરા:- વેલવડ પ્રાથમિક શાળામાં યોજાયો ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
—————————————
ગોધરા તાલુકાના વેલવડ ખાતે જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત કલસ્ટર કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ વેલવડ પ્રાથમિક શાળા ખાતે ભારે દબદબાભેર સંપન્ન થયો. આ કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટય કતી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કુલ ત્રણ વિભાગની ચાર પ્રકારની સંગીત ગાયન, સંગીત વાદન, ચિત્ર, અને બાલ કવિ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટે તેમની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના ઉમદા હેતુથી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં સી.આર. સીની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં નંબર મેળવેલ વિદ્યાર્થીઓને ઇનામ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.અહીંના સી.આર. સી. અમિતભાઇ પટેલે કલસ્ટર કક્ષાએ સ્પર્ધામાં જે વિધાર્થીએ પ્રથમ નંબર મેળવ્યો છે તે તમામને બી.આર. સી કક્ષાએ ભાગ લેવા જવા માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકેરોહિતભાઈ, બિપીનભાઈ, નીરમલસિંહ,જાગૃતિબેન, રાજેશભાઈ પટેલ, જયેશભાઇ રાજેન્દ્રભાઈ પરમારે સેવા આપી હતી. આ કાર્યક્રમમાં વેલવડ પ્રાથમિક શાળાના આચાર્ય દીપિકાબેન






