
વિજાપુર ભાવસોર રોડ ઉપર આવેલ સંત શ્રી બોળા બાપજી ની ગાદીએ ધજા સામૈયા નો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ભાવસોર રોડ ઉપર આવેલ સંત બોળા બાપજી ની અમર ગાદીએ મહાવદ્દ અંધારી પાંચમ ના દિવસે ધજા રોહણ તેમજ હોમ હવન યજ્ઞ નો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સંત શ્રી બોરા બાપજી ની ગાદીએ લોકો એ દર્શન કરી પ્રસાદી મેળવી હતી ભાવસોર તેમજ આસપાસ ની સોસાયટી વિસ્તાર માં રહેતા શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન માટે આવ્યા હતા આ અંગે બાબુ ભાઈ પટેલે જણાવ્યું હતુકે આ અમર ગાદી ઘણા સમય પહેલા આવેલા બોરા બાપજી ની ગાદી તરીકે જાણીતી છે આ ગાદીની સ્થાપના મહા વદ અંધારી પાંચમ ના દિવસે કરવા માં આવી હતી સંત શ્રી બોળા બાપજી અહી તેઓના શિષ્ય સાથે પધારી અહીંથી જન સેવા કરવા નો ઉદ્દેશ મળ્યો હતો ત્યાર થી આ સ્થળ ઉપર અમર ગાદી છે લોકો મોટી સંખ્યામાં અહીં દર્શન માટે આવે છે સવાર માં દર્શન કરવા આવતા લોકો અહીં એક કુદરતી સૌંદર્ય ના અને અલ્હાદક વાતાવરણ નો અનુભવ કરે છે અને સંત શ્રી બોળાબાપજી ના દર્શન કરી આર્શીવાદ મેળવે છે. છેલ્લા ઘણા વર્ષોથી સંત બોળા બાપજી નો ધજા સામૈયા નો ઉત્સવ ઉજવાય છે. આ પ્રસંગે ધારાસભ્ય સી. જે ચાવડા પૂર્વ કારોબારી ચેરમેન હિતેન્દ્રસિંહ પરમાર અશોક ભાઈ પટેલ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




