તા.૦૯.૧૦.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તાલુકાના ગરાડુ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ઝાલોદ તાલુકા વિકાસ અધિકારી કલ્પેશ ગઢવીના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ
રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય કીટ વિતરણ કરવામાં આવી ગુજરાતની વિકાસ યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જે કાર્યક્રમ અંતર્ગત ઝાલોદ તાલુકાના ગરાડુ ખાતે તાલુકા વિકાસ અધિકારી ઝાલોદના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતીનો આપવામાં આવી હતી, સાથે ૨૪ વર્ષના વિકાસ ગાથાની ફિલ્મ બતાવવામાં આવી જેને સૌએ નિહાળી હતી. તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય કીટ વિતરણ કરવામાં આવી હતી.તાલુકા વિકાસ અધિકારી કલ્પેશ ગઢવીએ વિવિધ યોજનાઓ અને વિકાસના કાર્યોની માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર થાય તે માટે વિકાસ સપ્તાહ અંતર્ગત ગામડે ગામડે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. જેના દ્વારા છેવાડાના માનવીઓને લાભ આપી શકાય જેને જરૂરિયાત હોય અને તેની પાત્રતા ધરાવતા હોય તેવા લાભાર્થીઓ મેળવી શકે તે માટે વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ગ્રામજનોને સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા હિસાબી અઘિકારી કાપડીયા, વિસ્તરણ અધિકારી મહેશભાઈ બારીયા, હેલ્થ ઓફિસર સાથે આરોગ્ય ટીમ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યઓ , આંગણવાડી વર્કર , ICDS ની બહેનો, પદઅધિકારીઓ , સરપંચઓ , ગામના આગેવાનો વડીલો, SMCના સભ્યો, ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા