રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
પ્રાગપરની કંપનીમાં સકારાત્મક વિચારો દ્વારા તણાવ મુક્ત જીવન પર કાર્યક્રમ યોજાયો
મુંદરા, તા. 23 : એગ્રી બિઝનેસ લિમિટેડ કંપનીનાં પ્રાગપર યુનિટ ખાતે બ્રહ્માકુમારી વિદ્યાલય મુંદરા દ્વારા “સકારાત્મક વિચારો દ્વારા તનાવ મુકત જીવન” વિષય પર એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓને રાજયોગના માધ્યમથી તણાવમુક્ત જીવન જીવવાની કળા શીખવવાનો હતો.
કાર્યક્રમની શરૂઆત પરમાત્માની યાદના ગીતથી કરવામાં આવી હતી ત્યારબાદ દીપ પ્રાગટ્ય દ્વારા વાતાવરણને દિવ્ય બનાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા રાજયોગિની બ્રહ્માકુમારી સુશીલાદીદીએ જણાવ્યું હતું કે આજના સમયમાં વધતો જતો તણાવ અને તેના પરિણામે વધતી જતી બીમારીઓ સમાજ માટે એક મોટી ચિંતા છે. આ દુઃખ અને અશાંતિના વાતાવરણમાં રાજયોગ શીખવવો અત્યંત આવશ્યક છે. રાજયોગ દ્વારા સકારાત્મક વિચારો ઉત્પન્ન થાય છે, મન શક્તિશાળી બને છે અને તેનાથી શરીર, સંબંધો અને વાતાવરણ પર પણ સકારાત્મક અસર પડે છે.
આ કાર્યક્રમમાં બ્રહ્માકુમાર વિનોદભાઈ ઠક્કરએ પોતાના અનુભવો દ્વારા તન અને મનને સ્વસ્થ રાખવાની રીતો ઉદાહરણો આપીને સમજાવી હતી. તેમણે ગીત-સંગીતના માધ્યમથી શારીરિક કસરતો પણ કરાવી અને રોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટ કસરત-યોગ અને ૨૦ મિનિટ મન માટે રાજયોગ-પરમાત્માની યાદ પર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમમાં મુકેશભાઈ સોલંકી અને જશુભા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. જશુભાએ પોતાના પોલીસ ખાતાની નોકરીમાં રાજયોગથી કેવી રીતે મદદ મળી તેના અનુભવો જણાવ્યા હતા. કંપની દ્વારા ફૂલોથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે, સુશીલા દીદી દ્વારા દરેકને પ્રસાદ અને શિવમંત્ર વરદાન કાર્ડ આપવામાં આવ્યા હતા. કંપની વતી રઘુવીરસિંહ ગોહિલ, નરેન્દ્ર સીંગ, મનદિપ સીંગ અને સોનલકુમાર અરોરાએ આભાર માન્યો હતો.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com