
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ




જેમાં સાપુતારાના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવા સાથે, સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં અકસ્માત નિવારણ માટેના પગલાંની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ત્રીજા દિવસે ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીએ જાહેર હિસાબ સમિતિના તમામ સભ્યોની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જે બાદ આ સમિતિએ સાપુતારા સહિત અંબીકા નદી ઉપર આવેલ ગીરાધોધ, વઘઇ બાંમ્બુ હાટ, કિલાદ કેમ્પ સાઇટ વિગેરેની મુલાકાત લીધી હતી.
ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલ જાહેર હિસાબ સમિતિની મુલાકાત વેળાએ ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી તેમજ દક્ષિણના નાયબ વન સંરક્ષક શ્રી રવિપ્રસાદ રાધા ક્રિષ્ણને, જિલ્લાના પ્રવાસન સ્થળો અંગે સુક્ષ્મ જાણકારી આપી પ્રવાસન સ્થળોથી વાકેફ કર્યા હતા.
ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીની આગેવાની હેઠળની સમિતિના સભ્યો ધારાસભ્ય સર્વશ્રી કાંતિ અમૃતિયા, અરવિંદ રાણા, નરેશ પટેલ, પ્રવિણ માળી, વિનેન્દ્રસિંહ ઝાલા, અમૂલ ભટ્ટ, ડો.હસમુખ પટેલ તેમજ સમિતિના સચિવ શ્રી ચેતન પંડ્યા તથા સમિતિના અધિકારીઓએ આ ત્રણ દિવસ દરમિયાન, જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લઇ વહિવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રંસગે ડાંગ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ, વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી એસ.મનીશ્વર રાજા, દક્ષિણ વન વિભાગના મદદનીશ વન સંરક્ષક શ્રી સુરેશ મીણા, શ્રીમતી આરતી ડામોર, ઉત્તર વન વિભાગ મદદનીશ વન સંરક્ષક શ્રી કેયુરભાઈ પટેલ સહિત ઉત્તર અને દક્ષિણ વન વિભાગના સર્વે આર.એફ.ઓ, તેમજ વનકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.




