૭ મી. દાદી પ્રકાશમણી માઉન્ટ આબુ ઇન્ટરનેશનલ હાફ્ મેરાથોન 17 મી ઓગસ્ટના રોજ યોજાશે
અહેવાલ:- પ્રતિક ભોઈ
૭ મી. દાદી પ્રકાશમણી માઉન્ટ આબુ ઇન્ટરનેશનલ હાફ્ મેરાથોન 17 મી ઓગસ્ટના રોજ યોજાશે આબુ તળેટી શાંતિવન થી માઉન્ટ આબુ 21.97 કિલોમીટરની હાફ મેરાથોન માટે દેશ વિદેશથી ખેલાડીઓ આબુ આવશે ભાગલેવા ઈચ્છતા દૌડવીરોનુ રજીસ્ટ્રેશન ચાલુ છે
વૈશ્વિક અધ્યાત્મ સંસ્થા બ્રહ્માકુમારીઝ ના પૂર્વ વડા દાદી પ્રકાશમણીજીની 25 ઓગસ્ટ પુણ્યતિથિ નિમિત્તે સંસ્થા દ્વારા છેલ્લા છ વર્ષથી યોજાતી ઇન્ટરનેશનલ હાફ મેરેથોન બ્રહ્માકુમારીઝ તળેટી સ્થિત મન મોહિની વન થી 17 ઓગસ્ટના રોજ યોજાશે બ્રહ્માકુમારી મીડિયા સયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર સંસ્થા ના સ્થાપક કાળ થી પિતાશ્રી બ્રહ્મા બાબાની સાથે નારી શક્તિનું સંગઠનનું સફળ સુકાન સંભાળનાર દાદી પ્રકાશમણીજીએ વિશ્વના 140 દેશોસુધી ભારતીય સનાતન ધર્મમાં સંસ્કૃતિ અને રાજ યોગા ઈશ્વરીયા જ્ઞાન અને ફેલાવી વિશ્વની સૌથી મોટી આધ્યાત્મ સંસ્થાનું શકાન 1969થી2007 સુધી સંભાળીને સંસ્થાને વટ વુક્ષ બનાવી 55000 બહેનોને માનવસેવામાં સમર્પિત કરેલ તેની સ્મૃતિમાં આબુ તળેટી માઉન્ટ આબુમાં પાંડવ ભવન સુધીની દોડ 21.97 કિલોમીટરને હસે ભાગ લેવા ઈચ્છતા દોડ વિશે મો.નં 9014986410 જાણકારી લઈ શકશે આ દોડમાં વિદેશ થી પણ ખ્યાત નામ ઓલમ્પિક વિજેતા દોડવીરો પણ ભાગ લેશે તથા ત્રિ દિવસીય આધ્યાત્મ રાજ યોગા ક્રોસ મનની એકાગ્રતા માટેની શિબિર પણ યોજાશે આજ સુધી મોટી સંખ્યામાં દેશ વિદેશના દોડવીરો એ પોતાનુ વિનામૂલ્ય રજીસ્ટ્રેશન કરેલ છે