Rajkot: રેલવે હોસ્પિટલમાં બાયો મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ પર સેમિનાર યોજાયો

તા.૧/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પ્લાસ્ટિક જાગૃતિ કાર્યક્રમ અને મિશન લાઈફ સંકલ્પ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો
Rajkot: રાજકોટ રેલવે હોસ્પિટલ ખાતે ૨૭ મેના રોજ બાયો મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, પ્લાસ્ટિક જાગૃતિ કાર્યક્રમ તેમજ મિશન લાઈફ સંકલ્પનું આયોજન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આરોગ્ય ક્ષેત્રમાં ઊત્પન્ન થતાં બાયો મેડિકલ વેસ્ટની યોગ્ય વ્યવસ્થાપન પદ્ધતિઓ અંગે જાગૃતિ ફેલાવવાનો અને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવાનો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં નિષ્ણાતોએ બાયો મેડિકલ વેસ્ટના વિભિન્ન પ્રકારો, તેના યોગ્ય વિભાજન, સંગ્રહ, પરિવહન અને નિકાલ સંબંધિત માર્ગદર્શિકાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને હોસ્પિટલના કર્મચારીઓએ પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત, પ્લાસ્ટિકના ઉપયોગની વિપરિત અસરો વિશે માહિતી અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનો સંદેશ આપ્યો હતો.
આ કાર્યક્રમ દ્વારા રેલવે હોસ્પિટલ, રાજકોટે સ્વચ્છતા, પર્યાવરણ અને જવાબદાર નાગરિકત્વની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું.
 
				


