BANASKANTHAGUJARATPALANPUR
મલાણા પ્રાથમિક પગાર કેન્દ્ર શાળા પાલનપુર ખાતે અંધશ્રદ્ધા તથા ચમત્કાર થી ચેતો અંગે જાદુના ખેલનો કાર્યક્રમ યોજાયો. પાલનપુર

20 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર બેગલેશ ડે કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકોને જાદુગર વિશ્વા પ્રકાશભાઈ જોષી જેઓ વગદા ગામના વતની છે. આર્ટ ઓફ મેજીક દ્વારા લુપ્ત થતી જાદુ ક્લાને જીવંત રાખવા માટેનો તેમનો પ્રયાસ છે.તેમના દ્વારા મલાણા પ્રાથમિક પગાર કેન્દ્ર શાળામાં જાદુના ખેલ બતાવવામાં આવ્યા હતા. જાદુનાખેલની સાથે સાથે બાળકોને અંધશ્રદ્ધા, અન્ન અને જળનો બચાવ, પર્યાવરણ બચાવો વગેરે જેવી બાબતોની જાગૃતિ માટેની વાત કરવામાં આવી હતી. બાળકોએ ખૂબ ઉત્સાહભેર કાર્યક્રમને માણ્યો હતો. મોટાભાગના બાળકોએ પ્રથમ વખત જ જાદુના ખેલનો અનુભવ કરતા હોઈ ખૂબ જ ઉત્સાહિત હતા. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી હરદેવભાઈ રબારી, સ્ટાફમિત્રો તેમજ તમામ બાળકોએ સહકાર આપી નિહાળ્યો હતો.



