દેત્રોજ ખાતે ‘મિશન સિંદૂર’ અંતર્ગત રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
મિશન સિંદૂર – એક રક્તદાન, દેશ કે નામ’ અભિયાન અંતર્ગત દેત્રોજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન તાલુકા વહીવટી તંત્ર, જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ અને સોલા સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સામૂહિક આરોગ્ય કેન્દ્ર દેત્રોજ ખાતે યોજાયું.
દેશસેવા જેવી ઉદ્દાત ભાવનાને કેન્દ્રસ્થાને રાખી આ રક્તદાન કેમ્પમાં તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યુ હતું. સમાજના સર્વાંગી વિકાસમાં રક્તદાનના મહત્વને સમજાવી લોકજાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં દેત્રોજ તાલુકા મામલદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી, સામૂહિક આરોગ્ય કેન્દ્ર દેત્રોજના અધિક્ષક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો તેમજ તાલુકાના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રક્તદાન શિબિરોના માધ્યમથી જનજાગૃતિ અને માનવીય કર્તવ્યની ભાવનાને મજબૂત કરવાની દિશામાં કરવામાં આવતું આ કાર્ય સમગ્ર તાલુકા માટે પ્રેરણાદાયક બન્યું છે.